વડોદરાના પાદરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 20 પર પહોંચ્યો છે, SSGમાં સારવાર હેઠળ રહેલા વ્યક્તિનું મોત થયું છે, દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થતા ચાલતી હતી સારવાર તો, આ સમગ્ર ઘટનામાં હજી પણ રેસ્કયું કામગીરી ચાલી રહી છે.
કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન પાદરાના ગંભીરા બ્રિજ મુદ્દે
આ ઘટનામાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે, આ ઘટના ખૂબ જ દુઃખદ છે, મંત્રી આવે તો વ્યવસ્થાનો પ્રશ્ન ઉભો થાય છે, ગાંધીનગરથી સતત મોનિટરિંગ કરાતુ હતુ અને રેસ્ક્યુ કામગીરી પુરી થતા સ્થળ મુલાકાત લીધી હતી, આજે અધિકારીઓ સાથે મુલાકાત લીધી છે અને પેડેસ્ટર અને આર્ટિક્યુલેશન ક્રશ થતા સ્લેબ પડયો હોવાની વાત સામે આવી છે.
વ્યવસ્થા ન ખોરવાય તે માટે આવવાનું ટાળ્યું હતુ : ઋષિકેશ પટેલ
ઋષિકેશ પટેલનું વધુમાં કહેવું છે કે, હવે કામગીરી પૂર્ણ થવા આવી છે, ગડરની નીચે એક મૃતદેહ પડ્યો હતો, મૃતદેહ બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે, બ્રિજને લઇ રજૂઆતો મળી હતી, જરૂરિયાત પ્રમાણે રિપેરિંગ કામ કરાયું હતું અને 30 દિવસમાં સમગ્ર તપાસ પૂર્ણ થઇ જશે.
રાજ્ય સરકાર દ્વારા માર્ગ અને મકાન વિભાગના મુખ્ય ઇજનેર પટેલિયાને મોકલવામાં આવ્યા હતા
મૃતદેહનું પાદરા સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તબીબી પરીક્ષણ કરી તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સતત હજાર રહી હતભાગીઓના પરિજનોને કોઈ તકલીફના પડે તેની તકેદારી રાખી હતી. આ ઘટનાની ગંભીતાપૂર્વક નોંધ લઈ રાજ્ય સરકાર દ્વારા માર્ગ અને મકાન વિભાગના મુખ્ય ઇજનેર પટેલિયાને મોકલવામાં આવ્યા હતા.
ગંભીરા બ્રિજ અકસ્માતને લઈ સરકારે કરી કમિટીની રચના
બીજી તરફ સરકારે કાર્યવાહી કરતા ગંભીરા બ્રિજ અકસ્માતને લઈ કમિટીની રચના કરી છે. બ્રિજ દુર્ઘટનાની તપાસ માટે 6 સભ્યોની કમિટી બનાવાઈ છે. આ કમિટી બ્રિજ તૂટવાના કારણો, ક્ષતિ, બેદરકારીની તપાસ કરશે. બ્રિજ દુર્ઘટનાનો પ્રાથમિક અહેવાલ કમિટી રજૂ કરશે. આ દુર્ઘટના અંગેનો સંપૂર્ણ અહેવાલ 30 દિવસમાં સરકારને સોંપવામાં આવશે. જો ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ન બને તે માટે કમિટી સૂચનો કરશે. આ કમિટીમાં માર્ગ મકાન વિભાગના અધિક સચિવ, મુખ્ય ઈજનેર સહિતના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.









