વડોદરાના પાદરામાં બુધવારે ગંભીરા બ્રિજ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં અનેક લોકોએ અધિકારીઓને બ્રિજ નવો બનાવવા માટે રજૂઆત કરી હતી. જ્યારે આ ઘટના બની ત્યારે 2022નો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં મુંજપુરના એક આગેવાને અધિકારીને ફોન પર રજૂઆત કરી હતી પરંતુ અધિકારીએ ગોળગોળ જવાબો આપ્યા હતાં. હવે એક સ્થાનિક અગ્રણીએ આ ઘટનામાં મોટો ખુલાસો કર્યો છે.


[[$googlead]]

વીડિયો વાયરલ કર્યા પછી પણ અધિકારીઓએ કોઈ ધ્યાન આપ્યું નહોતુ

ગંભીરા બ્રિજ ઘટનાને લઈને સ્થાનિક અગ્રણી વિકી શ્રીમાળીએ સંદેશ ન્યૂઝ પર મોટો ખુલાસો કર્યો છે. આ બ્રિજ 10 દિવસ પહેલા જ હાલક ડોલક અવસ્થામાં હતો. તેનો વીડિયો પણ વાયરલ કર્યો હતો. બ્રિજ પર ખાડા થઈ ગયા હોવાથી વાહનો એક સ્થળે જમા થતા હતાં. અધિકારીઓએ તેમની રજૂઆત નહીં સાંભળતા વિકી શ્રી માળીએ વીડિયો વાયરલ કર્યો હતો. વીડિયો વાયરલ કર્યા પછી પણ અધિકારીઓએ કોઈ ધ્યાન આપ્યું નહોતુ.

[[$alsoread]]

હજુ પણ બાકીના બ્રિજ નીચે સળિયા દેખાઈ રહ્યાં છે

વિકી શ્રીમાળીએ કહ્યું હતું કે, જ્યારે આ ઘટના બની ત્યારે આર એન્ડ બીના ચેરમેને કહ્યું કે અમે રિપેરિંગ કરાવ્યું હતું. ખાડા પૂરતી વખતે બ્રિજ હલતો હતો તેની જાણ કેમ ના કરી. હજુ પણ બાકીના બ્રિજ નીચે સળિયા દેખાઈ રહ્યાં છે. આ ઉપરાંત ગઈ કાલે એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં લખન દરબાર નામના આગેવાને પણ અધિકારીને બ્રિજનું રીપેરિંગ કરવા રજૂઆત કરી હતી. પરંતુ અધિકારીએ ગોળ ગોળ જવાબો આપ્યા હતાં. આ વિકાસ મોડેલ કહેવાતા રાજ્યના સ્માર્ટ તંત્રના સ્માર્ટ અધિકારીઓએ લોકોની રજૂઆતોને અવગણી તેના પરિણામે બ્રિજની દુર્ઘટના બની હોવાનું સ્થાનિકો જણાવી રહ્યાં છે.


  • Follow us on: