વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ તૂટ્યો હતો. ઘણા સમયથી જર્જરિત હાલતમાં રહેલા આ બ્રિજ અંગે અનેક લોકોએ તંત્રને રજૂઆતો કરી હતી. પરંતુ નિંભર તંત્ર દ્વારા માત્ર આંખ આડા કાન કરવામાં આવ્યા હતાં. જેના કારણે અનેક લોકો આ બ્રિજ પરથી નદીમાં ખાબકતાં મોતને ભેટ્યા હતાં. આ બ્રિજ તૂટ્યા બાદ સરકારે નવો બ્રિજ બનાવવા આદેશ આપ્યો છે. બીજી બાજુ આ બ્રિજ તૂટતા લોકો નાવડીના સહારે હોવાનું સામે આવ્યું છે.


[[$googlead]]

સ્થાનિક નાવડીના સહારે લોકો એક પારથી બીજી પાર જઈ રહ્યાં છે

પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદ પાદરાથી આણંદ જવા માટે લોકો નાવડીનો ઉપયોગ કરી રહ્યાં છે. જીવના જોખમે નદી પાર કરવા લોકો મજબૂર બન્યાં છે. નોકરી કરવા જતા લોકો જીવનુ જોખમ ખેડી રહ્યાં છે. સ્થાનિક નાવડીના સહારે લોકો એક પારથી બીજી પાર જઈ રહ્યાં છે. રોજગારી મેળવતા લોકોને ભારે મુશ્કેલી પડતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

[[$alsoread]]

જીવના જોખમે અવર જવર કરતા હોવાના દ્રશ્યો સામે આવ્યાં

પાદરાથી રોજગારી મેળવવા માટે જતા લોકો વહેલી સવારે નાવડી દ્વારા એક પારથી બીજી પાર જઈ રહ્યાં છે. તેમજ સાંજે પરત આવતા પણ નાવડીનો સહારો લઈને જીવનું જોખમ ખેડી રહ્યાં છે. અનેક લોકો આ પ્રકારે નાવડીના સહારે પોતાની રોજગારી મેળવવા જીવના જોખમે અવર જવર કરતા હોવાના દ્રશ્યો સામે આવ્યાં છે. તંત્ર દ્વારા હવે કેવી રીતે વૈકલ્પિક માર્ગ આપવામાં આવે છે તે આગામી સમય બતાવશે.


  • Follow us on: