સામાન્ય જનતાના રસોડાનું બજેટ વધુ એકવાર ખોરવાઈ જવાની પૂરી શક્યતા છે, કારણ કે લોકપ્રિય બ્રાન્ડ અમૂલ દ્વારા દૂધના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. દૂધના ભાવ વધારાને કારણે મધ્યમવર્ગીય પરિવારો પર આર્થિક ભારણ વધુ વધશે.

અમૂલ ગોલ્ડ અને અમૂલ તાજાના નવા ભાવોની વિગતો

નવા ભાવ વધારા મુજબ, સૌથી વધુ લોકપ્રિય એવા અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લીટર રૂ. 4 નો મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે. અગાઉ અમૂલ ગોલ્ડનો જૂનો ભાવ રૂ. 70 પ્રતિ લીટર હતો, જે હવે વધીને ગ્રાહકોએ રૂ. 74 પ્રતિ લીટર ચૂકવવા પડશે. ટકાવારીની દ્રષ્ટિએ અમૂલ ગોલ્ડ દૂધમાં આશરે 5.5% નો ભાવ વધારો થયો છે. આ ઉપરાંત, અમૂલ તાજા દૂધના ભાવમાં પ્રતિ લીટર રૂ. 2 નો વધારો કરવામાં આવ્યો છે, જેમાં અંદાજે 3.3% જેટલો ભાવ વધારો નોંધાયો છે.

https://www.instagram.com/reel/DfmqlRCgIHT/?utm_source=ig_web_copy_link&exln=MzRlODBiNWFlZA==&srtk=MzRlODBiNWFlZA==

આવતીકાલ સવારથી નવા ભાવો થશે અમલમાં

અમૂલ દ્વારા જાહેર કરવામાં આવેલા આ નવા દૂધના ભાવ વધારાનો અમલ આવતીકાલ સવારથી જ શરૂ થઈ જશે. એટલે કે હવે ગ્રાહકોએ આવતીકાલ સવારથી દૂધની થેલી ખરીદવા માટે વધુ રકમ ચૂકવવી પડશે.


આ પણ વાંચો: Surat News: વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો! દિવાળી પર્વ પર ફટાકડાથી 26 બાળકો દાઝ્યા!