રોજગાર ક્ષમતા વધારવા અને તમામ ક્ષેત્રોમાં સામાજિક સુરક્ષાને ટેકો આપવા માટે રોજગાર સાથે જોડાયેલ પ્રોત્સાહન (ELI- Employment Linked Incentive) યોજનાને મંજૂરી આપી છે, જેમાં ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, આ યોજના હેઠળ જ્યારે પહેલી વાર કામ કરનારા કર્મચારીઓને એક મહિનાનો 15 હજાર સુધીનો પગાર મળશે.
નાણાકીય સાક્ષરતા કાર્યક્રમ પૂર્ણ થયા પછી ચૂકવવાપાત્ર રહેશે
આ યોજનાના લાભો 1 ઓગસ્ટ 2025થી 31 જુલાઈ 2027ની વચ્ચે સર્જાયેલી નોકરીઓ પર લાગુ થશે, EPFO સાથે નોંધાયેલા પહેલી વાર કર્મચારીઓને લક્ષ્ય બનાવતા આ ભાગ બે હપ્તામાં 15,000 રૂપિયા સુધીનો એક મહિનાનો EPF પગાર ઓફર કરશે, 1 લાખ રૂપિયા સુધીનો પગાર ધરાવતા કર્મચારીઓ આ સ્કીમના પાત્ર રહેશે, પહેલો હપ્તો 6 મહિનાની સેવા પછી ચૂકવવાપાત્ર રહેશે અને બીજો હપ્તો 12 મહિનાની સેવા અને કર્મચારી દ્વારા નાણાકીય સાક્ષરતા કાર્યક્રમ પૂર્ણ થયા પછી ચૂકવવાપાત્ર રહેશે.
લગભગ પહેલી વાર કામ કરતા 1.92 કરોડ કર્મચારીઓને ફાયદો થશે
આ સ્કીમમાં નોકરીદાતાઓને 1 લાખ રૂપિયા સુધીના પગારવાળા કર્મચારીઓના સંદર્ભમાં પ્રોત્સાહનો પણ મળશે, સરકાર ઓછામાં ઓછા છ મહિના સુધી સતત રોજગાર ધરાવતા દરેક વધારાના કર્મચારી માટે નોકરીદાતાઓને બે વર્ષ માટે દર મહિને 3000 રૂપિયા સુધી પ્રોત્સાહન આપશે, ઉત્પાદન ક્ષેત્ર માટે પ્રોત્સાહનો 3જા અને 4થા વર્ષ સુધી પણ લંબાવવામાં આવશે, EPFO સાથે નોંધાયેલા સંસ્થાઓએ ઓછામાં ઓછા છ મહિના માટે સતત ધોરણે ઓછામાં ઓછા બે વધારાના કર્મચારીઓ અથવા પાંચ વધારાના કર્મચારીઓ રાખવા પડશે.