આ કાર્યક્રમ 9-10 ઑક્ટોબર, 2025ના રોજ ગણપત યુનિવર્સિટી, મહેસાણા ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (ઉત્તર ગુજરાત)ના ભાગ રૂપે યોજાયો હતો. ઉદ્યોગ પ્રતિનિધિઓ તરફથી આ બે-દિવસીય કાર્યક્રમને અદ્ભુત પ્રતિસાદ મળ્યો હતો.
ગુજરાતની નિકાસ ક્ષમતાને પ્રોત્સાહન આપવા માટેના પ્રયાસોની પ્રશંસા કરી
કાર્યક્રમમાં 17 દેશોના 40 આંતરરાષ્ટ્રીય બાયર્સ (ખરીદદારો) અને ગુજરાત અને સમગ્ર ભારતમાં વિવિધ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરતા 850થી વધુ ભારતીય નિકાસકારો વચ્ચે 2,200થી વધુ વન-ટુ-વન મીટિંગ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાયરેક્ટર જનરલ ઑફ ફોરેન ટ્રેડ (DGFT) અજય ભાદૂ (આઇએએસ) અને ગુજરાત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) કમિશનર સંદીપ જે. સાગલેએ બાયર-સેલર મીટમાં હાજર રહીને બાયર્સ અને સેલર્સ બંને સાથે સંવાદ કર્યો અને વૈશ્વિક વેપાર સંબંધોને વેગ આપવા અને ગુજરાતની નિકાસ ક્ષમતાને પ્રોત્સાહન આપવા માટેના પ્રયાસોની પ્રશંસા કરી.
