વડગામ તાલુકાના શેરપુરા નજીક ગુરુવાર વહેલી પરોઢે એક ટ્રક ની છાપી પોલીસ તલાશી લેતા ટ્રક માંથી ગેરકાયદેસર રાજસ્થાન લઈ જવાતા 15 પશુઓ મળી આવતા પોલીસે કાયદેસર ની કાર્યવાહી કરી બે ઈસમો ની અટકાયત કરી હતી.


પ્રાપ્ત વિગતો મુજબ છાપી પોલીસ ગુરુવાર વહેલી પરોઢે પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમીયાન છાપી નજીક આવેલ શેરપુરા ના પાટિયા પાસે થી એક પુર ઝડપે પસાર થઈ રહેલી ટ્રક ને ઉભી રખાવી તલાશી લેતા ટ્રક માં ખીચોખીચ 15 નાની મોટી ભેંસો મળી આવી હતી.પોલીસે ટ્રક ચાલક પાસે પરમીટ માગતા પાસ પરમીટ ન હોવાનું જણાવેલ પોલીસ તપાસમાં ભેંસો સિદ્ધપુરના ખળી હાઇવેથી ભરી રાજસ્થાનના સોજતમાં કતલખાને લઇ જવાતા હોવાનું જણાઈ આવેલૅ જેથી પોલીસે પશુઓ સાથે કુંરતા પૂર્વક ઘાસચારો તેમજ હવા ઉજાસ અને પાણીની સગવડ ન રાખતા પ્રાણી કુંરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આરોપી હસનખાન મહમદખાન શેર તેમજ શાહીલખાન શાહેદખાન બ્લોચ બન્ને રહે. લાલાવાડા, તા. ખેરાલુવાળાની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


  • Follow us on: