છોટાઉદેપુર જિલ્લામાં એક કરુણ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં પાવીજેતપુર પોલીસ મથકના ASI રમેશ રાઠવાનું ફરજ પરથી પરત ફરતી વખતે મૃત્યુ થયું છે. પ્રાથમિક વિગતો અનુસાર, ASI રમેશ રાઠવા કોર્ટનું કામ પતાવીને બાઇક પર પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ધંધોડા પાસે તેમના બાઇક સામે અચાનક એક બળદ દોડી આવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.


છોટાઉદેપુરમાં અકસ્માતમાં પોલીસ કર્મીનું મોત

આ અકસ્માતમાં ASI રમેશ રાઠવાને ગંભીર ઈજાઓ થતાં તેમનું મોત નિપજ્યું હતું. અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા DySP, PI સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા.

પાવીજેતપુર પોલીસ મથકના ASIનું મોત

પોલીસે મૃતક ASI રમેશ રાઠવાના મૃતદેહને પી.એમ. (પોસ્ટમોર્ટમ) માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. એક કર્તવ્યનિષ્ઠ પોલીસકર્મીના અકસ્માતમાં આકસ્મિક મૃત્યુના કારણે સમગ્ર પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

  • Follow us on: