છોટાઉદેપુર નગર પાલિકા કચેરીના અગત્યના જુના રેકોર્ડ કોઈ અજાણ્યા ઇસમો દ્વારા તળાવમાં નાખી દેવામાં આવ્યા છે. છોટાઉદેપુર કુસુમ સાગર તળાવ કિનારે આવેલી જૂની નગરપાલિકાની કચેરી જેના અંદર અગત્યના જુના દસ્તાવેજો પોટલા બાંધેલી હાલતમાં મૂકવામાં આવ્યા હોય જે દસ્તાવેજો કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ગતરોજ તળાવમાં નાખી દેવામાં આવ્યા હતા. આ દસ્તાવેજ કોણે તળાવમાં નાખ્યા તે હજુ સુધી જાણવા મળ્યું નથી પરંતુ આ એક તપાસનો વિષય થઈ પડયો છે કે કોઈ વ્યક્તિએ ઇરાદાપૂર્વક આ કૃત્ય કર્યું હોય કે કરાવ્યું હોય તેમ લાગી રહ્યું છે જેની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ તેવી લોક માંગણી છે
ઉલ્લેખનીય છે કે હાલમાં છોટાઉદેપુર નગરપાલિકા કચેરીનું નવું બિલ્ડીંગ બની જતા સંપૂર્ણ કચેરીનો વહીવટ નવા બિલ્ડિંગમાં કરવામાં આવી રહ્યો છે જ્યારે જૂની બિલ્ડીંગ ધૂળ ખાઈ રહી છે અને જર્જરીત હાલતમાં છે. આ બાબતે નગરપાલિકા ચીફ્ ઓફ્સિર ભાવિનભાઈ બરજોડને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે ગતરોજ નગરપાલિકાના અગત્યના દસ્તાવેજ કોઈ અજાણ્યા ઈસમો દ્વારા કુસુમ સાગર તળાવમાં નાખી દેવામાં આવ્યા છે જે ખૂબ ગંભીર બાબત છે આ અંગે નગરપાલિકા દ્વારા પંચ ક્યાસ કરવામાં આવ્યો હતો અને પોલીસ ફ્રિયાદ કરવામાં આવશે અને આ કૃત્ય કરનારા વિરુદ્ધ કાયદેસર કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.










