છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરની સસ્તા અનાજની દુકાન અને સામુહિક આરોગ્ય કેન્દ્રની કલેક્ટર ગાર્ગી જૈને અચાનક જ મુલાકાત લેતા તંત્રના કર્મચારીઓમાં દોડધામ થઇ ગઇ હતી.

કલેક્ટરે પાવી જેતપુરની સસ્તા અનાજની દુકાન અને સામુહિક આરોગ્ય કેન્દ્રની સરપ્રાઇઝ વિઝીટ કરી


જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને પાવી જેતપુરની સસ્તા અનાજની દુકાન અને સામુહિક આરોગ્ય કેન્દ્રની સરપ્રાઇઝ વિઝીટ કરી હતી . કલેક્ટર સસ્તા અનાજ દુકાનમાં ચાલતી કામગિરીની માહિતી મેળવી હતી અને ત્યારબાદ તેઓ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા.


કલેક્ટર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પહોંચતા જ તેઓ પણ ચોંકી ગયા


જો કે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પહોંચતા જ તેઓ પણ ચોંકી ગયા હતા કારણ કે જ્યાં લોકો સ્વસ્થ થવા આવે છે તેવા દવાખાનામાં ગંદકી જોવા મળી હતી.

લેબર રુમ અને ઇમરજન્સી વોર્ડની મુલાકાત લેતાં ગંદકી જોવા મળી


કલેક્ટરે હોસ્પિટલના તમામ રુમોની મુલાકાત લીધી હતી. તેમણે લેબર રુમ અને ઇમરજન્સી વોર્ડની મુલાકાત લેતાં ગંદકી જોવા મળી હતી જેથી કલેક્ટર નારાજ જોવા મળ્યા હતા.

બંને વખત તેમને ગંદકી જોવા મળી


કલેક્ટરે ગંદકીને લઈને મેડિકલ ઓફિસરને કડક સુચના આપી હતી. કલેકટરે બે વાર હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને બંને વખત તેમને ગંદકી જોવા મળી હતી જેથી તેઓ ચોંકી ગયા હતા.

મેડિકલ ઓફિસરને લાસ્ટ વોર્નીંગ આપી

કલેક્ટર ગાર્ગી જૈને ગંદકીને લઇને તત્કાળ સફાય કરાવવા અને હંમેશા સતત સ્વચ્છતા જાળવવા મેડિકલ ઓફિસરને લાસ્ટ વોર્નીંગ આપી હતી. 
  • Follow us on: