હવામાન વિભાગની આગાહી સાચી ઠરતાં, છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો પર આભ તૂટી પડયું છે. બે ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસતાં ખેતરોમાં તૈયાર ઊભેલા અને કાપણી કરેલા ડાંગર (ખરીફ પાક) અને કપાસ સહિતના પાકને મોટા પાયે નુકસાન થયું છે. ખાસ કરીને પાવીજેતપુર પંથકમાં ડાંગરના પાકને મોટું નુકસાન થતાં કિસાનો ચિંતિત બન્યા છે અને તાત્કાલિક સરકારી સહાયની માંગ કરી રહ્યા છે.


છોટાઉદેપુર, કવાંટ, નસવાડી, પાવીજેતપુર, બોડેલી અને સંખેડા સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઝરમરથી લઈને ધોધમાર વરસાદ વરસ્યો છે. આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ ખેડૂતોના સપના ધોવાઈ ગયા છે. ખેડૂતોએ ઊંચા ભાવે ખાતર અને બિયારણ ખરીદીને સારા પાકની આશા રાખી હતી અને પાક પણ સારો થયો હતો, પરંતુ કમોસમી વરસાદે તેમની મહેનત પર પાણી ફેરવ્યું છે.પાવીજેતપુર અને તેની આસપાસના વિસ્તાર સીથોલ, સિહોદ, લોઢણ, રાસલી, પાલિયા વગેરેમાં ડાંગરના પાકને સૌથી વધુ ફ્ટકો પડયો છે. ખેતરોમાં કાપેલી ડાંગરો વરસાદના પાણીથી પલળી જતાં તેની ગુણવત્તા બગડી ગઈ છે. તૈયાર પાકને થયેલા આ નુકસાનથી ખેડૂતોને આર્થિક ફ્ટકો પડયો છે. કમોસમી વરસાદને કારણે થયેલા ભારે નુકસાન બાદ હવે ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વે કરીને નુકસાનીનું વળતરની માંગ કરી રહ્યા છે,


  • Follow us on: