છોટાઉદેપુર જિલ્લાના ખોડીવલી ગામના એક મૃતકની આત્મા લેવા પરિવારજનો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. અને ગેટ પાસે જ મૃતકના આત્માને લઇ જવાની વિધિ કરી હતી.છોટાઉદેપુર જિલ્લામાં 21મી સદીમાં પણ મૃતકની આત્મા લેવા આવ્યાં હોવાની ઘટના સામે આવી છે. અગાઉ થોડા દિવસ પહેલા દાહોદ ખાતેથી ઘટના સામે આવી હતી. આજે છોટાઉદેપુર જિલ્લાના ખોડવલી ગામમાંથી ઘટના સામે આવી છે. ખોડવલી ગામના ધનજી વેચલા રાઠવાનું બીમારી દરમિયાન છોટાઉદેપુર હોસ્પિટલ ખાતે ત્રણ દિવસ પહેલા મોત નીપજ્યું હતું.


જેઓની આત્મા લેવા માટે આજે બળવા સાથે પરિવારજનો સીવિલ હોસ્પિટલ આવ્યા હતા. અને હોસ્પિટલના ગેટ પાસે વિધિ કરીને આત્મા લઈ જવાની ઘટના સામે આવી હતી.મૃતક ધનજી વેચલા રાઠવા ત્રણ દિવસ પહેલા સારવાર દરમિયાન મૃત્યુ પામતા આજરોજ બડવા નટુડીયા રાઠવાએ હોસ્પિટલના ગેટ પર વિધી કરીને એક માટલીમાં મૃતકની આત્માને લઇને પરત ગયા હતા. ઉલ્લેખનીય છે કે, 21 સદીમાં આજે પણ લોકો અંધશ્રદ્ધામાં જીવી રહ્યાં છે. અને આત્માને લેવા માટે લોકો બડવાનો સહારો લઈ રહ્યાં છે.

અહી જીવ લેવા આવ્યા હતા : બડવો

અહીંયા આજે મહારાજ લેવા આવેલા, હું બડવો છું. આજે અહીં જીવ લેવા આવેલા. જીવ લઈ લીધો છે.- નટુડીયા મંજિયા રાઠવા, બડવો, પોચીયું

ત્રણ દિવસ અગાઉ મોતને ભેટેલા કાકાનો આત્મા લેવા આવ્યાં હતા

અહીં અમારા કાકા દાખલ હતા. તે ત્રણ દિવસ પહેલા ઓફ થઈ ગયા હતા. આજે સૂતક છે. તે માટે અમે અહીં વિધિ કરીને આત્મા લેવા આવ્યા હતા.- મકન રાઠવા, મૃતકના પરિવારજન, ખોડીવલી


  • Follow us on: