છોટાઉદેપુર જિલ્લાના ડોલરીયા ખાતે પ્રાથમિક શાળામાં ઓરડાની ઘટને કારણે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.


છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ડોલરિયા પ્રાથમિક શાળામાં હાલ 1 થી 8 ધોરણની શાળા આવેલી છે. જેમાં 147 જેટલી રજિસ્ટર સંખ્યા છે. પરંતુ શાળામાં હાલ માત્ર 5 ઓરડા જ છે. જેને કારણે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એક જ ઓરડામા બે વર્ગ બેસાડાય છે જેને લઇને ભારે મુશ્કેલી પડે છે. જેની સીધી અસર બાળકોના અભ્યાસ પર થઈ રહી છે. શાળામાં હાલ 5 શિક્ષકો છે. અને મહેકમ 8 નું છે જેથી 3 શિક્ષકોની પણ ઘટ જોવા મળે છે. શાળાના જૂના ઓરડા જર્જરિત થઈ જતાં 3 ઓરડા બિનઉપયોગી થઈ પડયા છે. જેને લઇને ડોલરીયા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓ પડે છે.

શાળામાં વિદ્યાર્થીઓ વધી જતાં હાલાકી

અમારી ડોલરિયા પ્રાથમિક શાળામાં કુલ 147 વિદ્યાર્થીઓ હતા ગઈકાલે 10 વિધાર્થીઓને પ્રવેશોત્સવમાં પ્રવેશ આપતા કુલ 157ની સંખ્યા થઈ છે. ધો.1 થી 8ની શાળા છે. જેમા 5 શિક્ષકો છે. 5 ઓરડા છે. 3 ઓરડા જર્જરિત છે. અમે 2017માં નવા ઓરડા માટે દરખાસ્ત કરી છે. જેનું આજદિન સુધી કોઇ કામ થયું નથી. - રણવીરભાઈ મકવાણા, આચાર્ય, ડોલરિયા પ્રાથમિક શાળા.

SMC સભ્યોની ત્રણવાર ઉચ્ચકક્ષાએ રજૂઆત છતાં.

ડોલરીયા ગ્રુપ પ્રાથમિક શાળાના 3 ઓરડા છેલ્લા 3 થી 4 વર્ષથી જર્જરિત છે. જેનાથી શાળાના બાળકોનેં ખુબ જ બેસવાની મુશ્કેલીઓ પડી રહી છે. જે અગાઉ SMCના સભ્યો અને શાળા તરફ્થી બેથી ત્રણ વખત ઉપલી કક્ષાએ રજૂઆત કરવા છતાં એનુ કોઇ નિરાકરણ આવેલ નથી. - જયેશભાઈ રાઠવા, સ્થાનિક, ડોલરીયા.


  • Follow us on: