છોટાઉદેપુર જિલ્લામાં હાલ ચારેય તરફ લીલોતરી છવાઈ છે. જંગલ વિસ્તાર કુદરતી સૌંદર્યથી ભરપૂર બન્યો છે. ખાસ કરીને બાબા ટૂંડવા અને આઈ ટૂંડવી દેવનો સુંદર નજરો કેમેરામાં કેદ થયો હતો.


હાલમાં ચોમાસાનો માહોલ હોય જ્યારે સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ સારો થયો છે. જ્યારે કુદરતી વાતાવરણ અને સમગ્ર વિસ્તારમાં ડુંગરો ઉપર ભારે લીલોતરી જોવા મળી રહી છે. જ્યારે બાબા ટૂંડવા અને આઈ ટૂંડવી ડુંગરની ટોચ પર આદિવાસી દેવ સ્થાન છે. જ્યાં અખાત્રીજના દિવસે મેળો યોજાય છે. જ્યાં ખૂબ મોટી સંખ્યામાં છોટાઉદેપુર તેમજ સરહદી મધ્યપ્રદેશમાંથી પણ આદિવાસી ઊમટે છે. આમ બાબા ટૂંડવા અને આઈ ટૂંડવી આદિવાસી માટે આસ્થાનું કેન્દ્ર મનાય છે.


  • Follow us on: