સંખેડા જુના બજારના ચોરા સામેની ગોયા ગલીમાં ડબક (ખાળકૂવા)નો ભાગ બેસવાની સાથે ત્યાં ઉડો ખાડો પડયા બાદ જેની આજુબાજુના 6 જેટલા મકાનો નજીકથી માટી ધોવાણ થવાની સાથે પગથિયાં અદ્ધર લટકવા લાગતા મકાન માલિકો ભયભીત બન્યા છે.
જોકે ગ્રામ પંચાયતે કામગીરી શરૂ કરાવી દેતા મકાન માલિકોને રાહત થઇ હતી. જર્જરિત મકાનો ધરાશયી થવાના સિલસિલા વચ્ચે રોહિત ફળિયા જવાના માર્ગ ઉપર ડબક બેસવાની સાથે આંખલા ખાબકીયાના ત્રણ દિવસ પછી આજરોજ ચોરા સામે ગોયા ગલીમા ડબક બેસવાની સાથે માટી પણ ધોવાણ થઈ જતાં જ્યાં ઊંડો ખાડો પડયો હતો. જેની અસર આજુબાજુના મકાન માલિકોને થતા ડબકવાળી જગ્યાઓ સમગ્ર નગરમાં ચર્ચાનો વિષય બનવા પામેલ છે. ડબકની જગ્યા ઉપર ખાડા પડવાનું કારણ સતત એકધારી વરસાદ, પાણી લાઈનમાં ભંગાણ કે પછી કોઢ ઉંદરોનો ત્રાસ જે હજુ સુધી ચોક્કસ જાણી શકાયું નથી. જોકે સંખેડા ગ્રામ પંચાયતના સરપંચ નિતિન શાહે સ્થળ ઉપરની મુલાકાત લઇ જરૂરી કામગીરી શરૂ કરવી દીધી છે.










