છોટાઉદેપુર જિલ્લાના ભાજપ નેતા અને ઓફ્સિ બેરર મુકેશભાઈ પટેલનું હાર્ટ એટેકથી અચાનક નીધન થયું છે.તેઓ સરદાર પટેલની 150મી જયંતિ નિમિત્તે આયોજીત યુનિટી માર્ચ પદયાત્રામાં તિરંગા સાથે જોડાયા પણ હતા ત્યાંથી ઘરે જતા હાર્ટ એટેક આવતા તેઓનું દુઃખદ નીધન થયું છે.
છોટાઉદેપુર જિલ્લામાં ભાજપા કાર્યકર્તાથી લઈ જીલ્લા મહામંત્રી, લોકસભા ચુંટણી ઇન્ચાર્જ, ગુજરાત શૈક્ષણિક સંઘમાં કાર્ય, APMC ચેરમેન તરીકે સેવા આપનાર મુકેશભાઈ પટેલના નિધન બાદ સાંસદ જશુભાઇ રાઠવાએ સદગતને શ્રધાંજલી આપતા ભારે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે આ કાર્યકર્તાના નીધનથી છોટાઉદેપુર જિલ્લાના ભાજપ કાર્યકરો અને સંબંધિત સંસ્થાના અધિકારીઓ, કર્મચારીઓ, આગેવાનો,વડીલો ભારે આઘાત અનુભવી રહ્યા છે તેમની અંતિમયાત્રા ગુરૂવારે સવારે 9 કલાકે તેમના નિવાસસ્થાન ટેકર ફળિયા, ઘેલવાંટ ખાતેથી નિકળનાર છે.










