છોટાઉદેપુર જિલ્લાની પ્રાથમિક શાળાઓમા મધ્યાહન ભોજનના સંચાલકો, રસોઈયા અને મદદનીશોએ પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના બંધ કરી એનજીઓને સોપી દેવાની સરકારની હીલચાલને લઈ છોટાઉદેપુર જિલ્લાની પ્રાથમિક શાળાઓમા મધ્યાહન ભોજનના સંચાલક, રસોઈયા અને મદદનીશોએ પાવીજેતપુર વિધાનસભા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાને આવેદનપત્ર આપી નોકરી બચાવવા, પગાર ધોરણમા વધારો કરવા અને રિટાયર્ડ થયા બાદ પેન્શન આપવા અંગેનુ આવેદનપત્ર આપ્યું હતુ.


આવેદનપત્રમા છોટાઉદેપુર જિલ્લાના સંચાલકો, રસોઈયા અને મદદનીશોએ સરકાર દ્વારા અન્ય જિલ્લાઓમા પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાને એનજીઓને સોપાતા મધ્યાહન ભોજનના સંચાલકો, રસોઈયા અને મદદનીશોને છૂટા કરાતા તેઓની રોજગારી છીનવાતા પરિવારનુ ભરણપોષણ કરવુ મુશ્કેલ બન્યુ હતુ. 1984થી તમામ જિલ્લાની પ્રાથમિક શાળાઓમા ચાલતી મધ્યાહન ભોજનની યોજના થકી અનેક પરિવારોને રોજગારી મળી હતી. સરકારી અણઘડ વહીવટને કારણે પ્રાથમિક શાળાઓમાં પુરતું અને પ્રમાણસર અનાજ ન આવતું હોવા છતાં મધ્યાહન ભોજનના સંચાલકો, રસોઈયાઓએ પોતાના ઘરના પૈસા ખર્ચી શાળાના બાળકોને પુરતા પ્રમાણમાં ભોજન પીરસાયુ હતુ. સંચાલકોને 4500 રસોઈયાને 3750 અને મદદનીશોને 1500 પ્રતિ માસનુ વેતન ચુકવી સરકાર દ્વારા તેમનુ શોષણ કરાયુ છે. ત્યારે તેમના પગાર ધોરણમા પણ વધારો કરવા અને રિટાયર્ડ થયા બાદ તેમને પેન્શનનો લાભ આપવા છોટાઉદેપુર જિલ્લાના મધ્યાહન ભોજનના સંચાલકો, રસોઈયાઓ અને મદદનીશોએ પાવીજેતપુર ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાને આવેદનપત્ર પાઠવી સરકારમા રજૂઆત કરવા જણાવ્યુ હતુ.

ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ પણ મધ્યાહન ભોજનના સંચાલકો,રસોઈયાઓ અને મદદનીશોને આવેદનપત્રમા પાઠવેલ મુદ્દાઓ અંગે સરકારમા રજૂઆત કરી તેનુ સુખદ નિરાકરણ લાવવા હૈયાધારણા આપી હતી.


  • Follow us on: