છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા યુવા અને સંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી અને સનરાઈઝ ઇંગ્લીશ તથા ગુજરાતી મીડીયમ સ્કુલના સહયોગથી જિલ્લા કક્ષાની ગીત સ્પર્ધાનું આયોજન જિલ્લા કલેકટર ગાર્ગી જૈનની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાની ગીત સ્પર્ધા આયોજન કરવાના હેતુ અંગે જિલ્લા કલકેટર ગાર્ગી જૈને જણાવ્યું હતું કે બાળકોએ વિદ્યા અભ્યાસની સાથે અનેક સ્પર્ધામાં ભાગ લેવો જોઇએ. સ્પર્ધામાં ભાગ લેવાથી બાળકોમાં રહેલી પ્રતિભા અને ખેલદિલી, નૈતૃત્વ, આત્મવિશ્વાસ, એકાગ્રતા જેવા ગુણોનો વિકાસ થશે. જે બાળકોને સ્પર્ધામાં જિલ્લાકક્ષા થી રાજ્યકક્ષા, રાજ્યકક્ષા થી રાષ્ટ્રીયકક્ષા અને રાષ્ટ્રીયકક્ષાથી આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી લઇ જશે. સ્પર્ધામાં હાર-જીત તો રહેશે પણ સ્પર્ધામાં તમારુ હકારાત્મક યોગદાન વધુ મહત્વ ધરાવે છે. ગીતસ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી હતી. ગાર્ગી જૈને લતા મંગેશકરનું પ્રસિદ્ધ ગીત નામ ગુમ જાયેગા ચહેરા યે બદલ જાયેગા મેરી આવાજ હી પહેચાન હૈ અગર યાદ રહે મધુર સ્વરે ગાયુ હતું. જિલ્લા કક્ષાની ગીત સ્પર્ધા 3 કેટેગરીમાં આયોજન કરવામાં આવી હતી. જેમાં 6 થી 14, 15 થી 20 અને 21 થી 59 વર્ષ માટે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ શાળાઓમાંથી કુલ 32 જેટલા સ્પર્ધકો સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી આનંદ પરમાર, જિલ્લા યુવા વિકાસ અધિકારી દીપિકાબેન રાણા, સનરાઈસ સ્કુલના આચાર્ય હેતલબેન ઉપાધ્યાય, ટ્રસ્ટી સોની ડીમ્પલબેન, શાળાનો સ્ટાફ, વિદ્યાર્થીઓ, અને સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.



  • Follow us on: