છોટાઉદેપુર નેશનલ હાઇવે ઉપર હાઇવે ઓથોરિટીની બેદરકારી જોવા મળી રહી છે. હાઇવે ઉપર સાઇન બોર્ડ નહી હોવાથી વાહન ચાલકો ભુલા પડી રહ્યા છે.
છોટાઉદેપુર નેશનલ હાઈવે 56 જે વડોદરા થી છોટાઉદેપુર તરફ આવે છે. જેમાંનો એક રસ્તો મુખ્ય હાઇવે છોટાઉદેપુર વચ્ચેથી મળ્યપ્રદેશને જોડે છે. જ્યારે બીજો રસ્તો છોટાઉદેપુર ફ્તેપુરથી નગરમાં થઈ પસાર થાય છે. અને સિંધી ટારણ પાસે સમાપ્ત થાય છે અને સ્ટેટ હાઇવે 62 ને જોડે છે. આ મુખ્ય માર્ગ ઉપર જ્યાં બે રસ્તા ફ્ંટાય છે ત્યાં સાઈન બોર્ડ લાગેલા નથી. જેનાથી બહારથી આવતા વાહન ચાલકો ભુલા પડે છે. જેથી સદર જગ્યા ઉપર સાઈનબોર્ડ લગાડવા માંગ ઉઠી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા બોડેલી થઈ જે મુખ્ય રસ્તો છોટાઉદેપુર આવે છે. ત્યાં એક હાઈવે મધ્ય પ્રદેશને જોડે છે. જ્યારે બીજો રસ્તો છોટાઉદેપુર નગરમાં થઈ સ્ટેટ હાઈવે ને જોડી પાનવડ કવાંટ તરફ જાય છે. અને નસવાડીને જોડે છે. પરંતુ આવનારા અજાણ્યા વાહન ચાલકોને રસ્તો ખ્યાલ આવતો નથી. જેથી ઘણા વાહન ચાલકો જે કવાંટ તરફ જવાના હોય તે મધ્યપ્રદેશ નેશનલ હાઈવે 56 તરફ વળી જાય છે. જ્યારે ઘણા જે છોટાઉદેપુર કે મધ્યપ્રદેશ તરફ જવાના હોય તે સ્ટેટ હાઈવે 62 કવાંટ તરફ વળી જાય છે. જેના કારણે ભારે તકલીફ એ રસ્તો ચૂકી જવાથી ફેરો ફરવો પડે છે. જરૂરી નથી કે બધાજ ગૂગલ મેપ નો ઉપયોગ કરતા હોય જેથી સદર જગ્યાએ કવાંટ છોટાઉદેપુર અને મધ્ય પ્રદેશના સાઈન બોર્ડ લગાડવા જરૂરી થઈ ગયા છે. જ્યારે જિલ્લામાં ઘણા માર્ગો ઉપર સાઈનબોર્ડ લગાડવા જરૂરી હોય જેથી લોકો અટવાય નહી.