છોટાઉદેપુર જિલ્લામાં આવેલ રંગપુર રાઠ વિસ્તાર મોટી સાઢલીના મૂળ વતની દુકાળસિંગ દેસીંગ રાઠવા ત્રીસ વર્ષથી ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવી રહ્યા છે તેમનું પ્રમોશન થતા તેઓને ઓનરી લેફ્ટનન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં રહીને મોટા થયેલા દુકાળસિંગ લેફટનન્ટ બનતા છોટાઉદેપુર જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત છે.


ઉલ્લેખનીય છે કે 15 ઓગસ્ટના રોજ સેના ભવન દ્વારા દુકાળસિંગને સુબેદાર રેન્કમાથી ઓનરી લેફ્ટિનેન્ટનુ પ્રમોશન આપવામાં આવ્યુ હતું. રાઠ વિસ્તારથી પહેલા સૈન્ય ઓફ્સિર બનવા બદલ છોટાઉદેપુરના જય જવાન સૈનિક ફાઉંડેશન તરફ્થી ફરીથી હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

છોટાઉદેપુર જિલ્લાના નિવૃત આર્મી સૈનિક જણાવી રહ્યા છે કે અમોને ખુશી છે કે છોટાઉદેપુર તાલુકામાં પહેલા કોઈ ઓફ્સિર રેન્ક સુધી પોહચીને છોટાઉદેપુર તાલુકા અને જીલ્લાનુ નામ રોશન કર્યું છે. આવનાર સમયમાં છોટાઉદેપુર જિલ્લામાં જે વિધાર્થીઓ આર્મીમાં જોડાવા માગતા હોય તેમના માટે દુકાળસિંગ રાઠવા મોટીવેશન આપતા રહેશે જ્યારે આપણા જીલ્લાથી વધારેથી વધારે વિધાર્થીઓ દેશની રક્ષણ માટે જોડાય એવી આશા છે જય જવાન સૈનિક ફાઉંડેશનના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા અને મંત્રી રતુભાઇ રાઠવાએ એ વ્યક્ત કરી છે.


  • Follow us on: