છોટાઉદેપુર લોકસભા વિસ્તારમાં 11વર્ષ દરમિયાન સરકાર દ્વારા કરેલી કામગીરી અને મળેલ સિદ્ધિને છોટાઉદેપુર સાંસદ જશુભાઈ રાઠવા અને વડોદરાના માજી સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા જિલ્લાના બોડેલી ખાતે યોજાયેલ કોન્ફ્રન્સમાં વર્ણવાઇ હતી. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1,14,000 કરતાં વધુ ગરીબ પરિવારને પોતાનું ઘર અપાયું છે. જ્યારે દર વર્ષે
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2,31,000 કરતાં વધારે ખેડૂતોને રૂા.6,000ની સહાય અપાઇ છે. પ્રધાનમંત્રી મફ્ત અને યોજના હેઠળ કોરોનાકાળ પછી દર મહિને 16,29,000 કરતાં વધુ નાગરિકોને મફ્ત અનાજ અપાય છે. પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના હેઠળ 10.56લાખ કરતા વધુ લાભાર્થીને કાર્ડ અપાયા છે. ઉજ્વલા યોજના હેઠળ 1,66,300 બહેનોને ગેસ કનેક્શન મફ્ત અપાયા છે.
વધુમાં સાંસદે જણાવ્યું હતું કે, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઘરે-ઘરે ઈજ્જત ઘર બનાવ્યા છે. જન ધન યોજના હેઠળ 0 બેલેન્સથી બેંકમાં ખાતું ખોલીને લોકોને બેંક સાથે જોડયાં છે. અટલ પેન્શન યોજના હેઠળ 60 વર્ષથી વધુ નાગરિકોને એકથી પાંચ હજારનું પેન્શન અપાય છે. પ્રધાનમંત્રી શ્રમયોગી માન ધન યોજના હેઠળ 60 વર્ષની વય પછી શ્રમિકોને પ્રતિમાસ રૂા.3 હજારનું પેન્શન અપાય છે. દિન દયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના શરૂ કરીને ગામડાને 24 કલાક વીજળી આપવા યોજના શરૂ કરાઇ છે. વન રેન્ક વન પેન્શન યોજના હેઠળ લાગુ કરી લાખો સૈનિકોનું સપનું સાકાર કરાયું છે. એક રાષ્ટ્ર એક ટેક્સ નાખીને આર્થિક ગ્રોથમાં વધારો થયો છે. ગરીબ સુવર્ણો માટે 10 ટકા અનામત અપાઇ છે. છોટાઉદેપુર લોકસભામાં શિક્ષણ માટે પાંચ એકલવ્ય મોડલ શરૂ કરાઇ હતી. જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલય શરૂ કરાઇ હતી. તાલુકામાં 3 સામૂહિક આરોગ્ય કેન્દ્ર જિલ્લામાં 8 PHC જિલ્લામાં 18 પેટા આરોગ્ય કેન્દ્ર, જિલ્લામાં 100 બેડની જનરલ હોસ્પિટલ કાર્યરત છે. 300 બેડની વ્યવસ્થાવાળી નવીન બિલ્ડીંગનું કામ ચાલુ છે. તેમ સાંસદ જસુભાઈ રાઠવાએ જણાવ્યું હતું.
વનબંધુ કલ્યાણ યોજના અમલમાં આવતા આદિવાસીઓનો સર્વાંગી વિકાસ થયો
સાંસદ જશુભાઈ રાઠવા જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી એક વિઝન સાથે આગળ વધે છે. દેશને વિશ્વ ગુરુ બનવા તરફ લઈ જઈ રહ્યા છે. ગુજરાતમાં વનબંધુ કલ્યાણ યોજના અમલી થતાં આદિવાસીનો સર્વાંગી વિકાસ થયો છે. જ્યોતિગ્રામ યોજનાથી ગામડાઓમાં અંધારું દૂર કર્યું છે. નાના ગૃહઉદ્યોગો શરૂ કરી જનતાને પગ પર કરાઇ છે. કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ગામડે ગામડે માર્ગદર્શન આપી ખેડૂતોને આધુનિક ખેતી તરફ વળ્યા છે. બાળકોને આંગળી પકડીને શાળા પ્રવેશ કરાવ્યો છે. મધ્ય ગુજરાતમાં ગોધરા ખાતે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની સ્થાપના દરેક તાલુકો મથકે કોલેજ શરૂ કરી શિક્ષણનો વ્યાપ વધાર્યો છે. રાજપીપળા ખાતે ભગવાન બિરસા મુંડા યુનિ.ની સ્થાપના કરી કરાઇ છે. જ્યારે કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા SOUની સ્થાપના કરાઇ હતી. જ્યારે વડાપ્રધાન મોદીએ શપથ 2014માં વડાપ્રધાન તરીકેના શપથ લઈને 17 દિવસમાં સરદાર સરોવર બંધના દરવાજા મૂકવા માટેની મંજૂરી આપી સિંચાઈની સગવડો કરી છે.