કદવાલ પોલીસ મથકના PSI કે.કે.પરમારને વર્ષ-2025માં પોલીસ વિભાગની ફરજ દરમિયાન ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી બદલ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના હસ્તે છોટાઉદેપુર જિલ્લાના કદવાલ પોલીસ મથકના પી.એસ.આઇ કે.કે.પરમારને તા.28-3-25ના રોજ સુખી ડેમ નજીક પહોચતા અજય અર્જુન રાઠવા (ઉ.20 રહે.બાર નિશાળ ફ્ળીયુ તા.જેતપુર પાવી)ના યુવાન સુખી ડેમ નજી પુલ પરથી નીચે કુદી જઇ આત્મહત્યા કરવાની કોશિશ કરતો હોવાનું જણાઇ આવતા તાત્કાલીક તેની પાસે પહોંચી જઇ તેને કાઉન્સેલિંગ કરી વાલીવારસનો સંપર્ક કરી પરત સોંપાયો હતો.
તેમજ અમદાવાદ પોલીસ સ્ટેશનના કલમ 366, 376 મુજબના ગુનાના કામે 23 વર્ષથી નાસતો-ફરતો આરોપી અશોક બલસિંહ બારીયાને પકડી પાડી પ્રશંસનીય કામગીરી બદલ સન્માનિત કરાયા હતા.










