આજ રોજ સંખેડા વનવિભાગ અને એનિમલ રેસ્ક્યૂ ટીમ બહાદરપુર દ્વારા KGVB સ્કૂલ સંખેડામાં તા.8 ઓક્ટોબર સુધી વન્યજીવો ની રક્ષા માટે બાળકોને માહિતગાર કરાયા, વનવિભાગ અને પર્યાવરણ પ્રેમીઓ ગામે-ગામે જઈ વન્યજીવો માટે ગ્રામિણ વિસ્તારમાં લોકો સુધી વન્યજીવો માટે સાચી માહિતગાર કરે અને વન્યજીવોની રક્ષા માટે જાગૃતતા ફેલાવે વન્યજીવોનો શિકાર કરવો, વન્યજીવો ના રહેઠાણ ને નુકસાન પહોંચાડવું, વન્યજીવોનો વેપાર કરવું વગેરે વગેરે માટે ગુનાઓ દાખલ કરવામાં આવે એ બદલ ગ્રામિણ જનતાને જાગૃતતા લાવવાની કામગીરી વનવિભાગ અને પર્યાવરણ પ્રેમીઓ કરી રહ્યાં છે.


ભારતભરમાં પ્રતિ વર્ષ મહાત્મા ગાંધી જયંતી એટલે કે તા.2 થી 8 ઑક્ટોબર દરમિયાન 'વન્યજીવ સપ્તાહ'ની વિવિધ સ્વરૂપે ઉજવણી કરાઈ રહી છે. આ અભિયાન પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃત કરવાનો છે. આ વર્ષે 'Human-Animal Coexistence’ વિષયવસ્તુ સાથે વન્યજીવ સપ્તાહ ઉજવાઈ રહ્યું છે, જે સમગ્ર જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે માનવ અને પ્રાણીઓના સહઅસ્તિત્વ જેવી બાબત પર વધુ ધ્યાન કેન્દ્રીત કરે છે. અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાણીસૃષ્ટિના સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. પ્રાણીઓની હત્યા અટકાવીને મોટી સંખ્યામાં પ્રાણીઓને બચાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.


  • Follow us on: