છોટાઉદેપુર તાલુકામાં પ્રેક્ટિસ ગ્રામ પંચાયતોની ચૂંટણી તા. 22ના રોજ યોજાઇ હતી. જેનું પરિણામ આજરોજ જાહેર થવાનું હોય જેની મતગણતરી છોટાઉદેપુર એસ એન કોલેજ ખાતે યોજાઇ હતી. સવારના 9(નવ) વાગ્યાથી મતગણતરી પ્રક્રિયા શરૂ થનાર હોય જેમાં અત્યારે 3 વાગ્યા સુધીમાં કુલ 7 જેમાં મોટી સઢલી, પાલસંડા, ઝેર, ગુનાટા, નવાગામ, અને મલાજા, પંચાયતોના પરિણામ જાહેર કરાયા હતા.
મત ગણતરી કેન્દ્રની બહાર રહેલી સવારથી સમર્થકોની ભીડ જામી હતી. જીતના સચોટ દાવા સાથે ફુલ ફોર્મમાં ઉમેદવારો અને સમર્થકો કરી રહ્યાં છે. જ્યારે ઉમેદવારોનો ભાવિનો આજ રાત સુધીમાં ફેંસલો થઇ જશે.










