કવાંટથી નસવાડી જવાના માર્ગમાં કવાંટ નગરના એમ.જી.વી.સી.એલ પાસે રાજ્ય માર્ગ મકાન વિભાગના માર્ગમાં મોટા મોટા ખાડા પડયા છે. જેને કારણે કવાંટ નગર સહિત તાલુકાની પ્રજાને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.


કવાંટના નસવાડી ચોકડીથી લઈને પેટ્રોલ પંપ સુધીનો માર્ગ અતિ વરસાદ તેમજ ભારદારી વાહનોની અવરજવરને લઈને એક ફૂટથી વધારે ઊંડા ખાડા પડી જવા પામ્યા છે. જેને કારણે રાહદારી અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઑવરલૉડેડ ભારદારી વાહનોની અવરજવરને લીધે મોટા ખાડા પડી જતાં તેમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ખાડાને કારણે દ્વિચક્રી વાહન તેમજ મોટા વાહન ચાલકોને વારંવાર ખાડામાં પડવાનો તેમજ વાહનો ફ્સાઈ જવાના બનાવો બન્યા છે. ખાડાને કારણે વાહન ચાલકો તેમજ વાહનોને નુકશાન થઈ રહ્યું છે. જ્યારે આદિવાસી વિસ્તારમાં હાલમાં ભારજ નદીનો પુલ તૂટી જતા બધો જ હેવી ટ્રાફ્કિ કવાંટથી નસવાડી જવાના માર્ગ ઉપર જતો રહેલો છે. એક માસમાં જ રોડ ખખડધજ થયો હોવાનું આસપાસના ગામના સરપંચો જણાવી રહ્યા છે.


  • Follow us on: