છોટાઉદેપુર નગરમાં જીએસટીના ઘટાડા અંગે વેપારીઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા અને જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવાએ નગરના બજારમાં ફરીને વેપારીઓની મુલાકાત લીધી હતી. જીએસટીમાં ઘટાડો થતાં વેપારીઓ અને પ્રજામાં આનંદ જોવા મળ્યો હતો.
વડાપ્રધાન મોદીએ આગામી તહેવારો અને પ્રજાની તકલીફેને ધ્યાને લઈ તથા વેપાર ધંધા રોજગારમાં પ્રજા અને વેપારીઓને ફાયદો થાય તે હેતુથી જીએસટી દરમાં ઘટાડો કર્યો છે. પ્રજાને જરૂરી ચીજ વસ્તુઓ સસ્તી મળી રહે તેનો વિચાર કર્યો છે. જે અંગે આજરોજ લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા અને જિ. ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા સહિત આગેવાનોએ છોટાઉદેપુર મંગળ બજાર તથા બજાર વિસ્તારની મુલાકાત લીધી હતી. વેપારીના અભિપ્રાય લીધા હતા. જે સકારાત્મક હતા. કાર્યક્રમમાં પૂર્વ સાંસદ નારણભાઇ રાઠવા જિલ્લા ભાજપના હોદ્દેદારો કાર્યકરો અને વેપારી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.










