નસવાડી તાલુકાની નવગામ પ્રાથમિક શાળામાં મંગળવારે સવારે અચાનક બે ઝેરી રસેલ વાઇપર સાપ દેખાતા શાળામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બાળકો અને સ્ટાફ્માં ભય છવાઈ જવા પામતા શિક્ષક જોસેફ મકવાણા તેમજ આચાર્ય વીરેસભાઈ દ્વારા તરત જ નસવાડી સ્નેક રેસ્ક્યૂ ટીમને જાણ કરવામાં આવી હતી.


મહત્વની વાત એ છે કે રસેલ વાઇપર વિશ્વના અત્યંત ઝેરી સાપોમાંનો એક ગણાય છે. નવગામ શાળાના પાછળના ભાગે આવેલા ઝાડી-ઝાંખરમાંથી બન્ને સાપ પ્રવેશ્યા હોવાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવી રહ્યું છે.

રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી સાવચેતીપૂર્વક બંને સાપોને જીવંત પકડી પાડયા હતા. એક સાપ વર્ગખંડની બારી પાસે જોવા મળ્યો હતો, જયારે બીજો શાળાના ગોડાઉન નજીક પ્લાસ્ટિકના ડ્રમ પાછળ છુપાયો હતો. બંને ઝેરી સાપોને પકડીને ટીમે તેમને નસવાડી નજીકના જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે છોડયા હતા. ટીમના સભ્યોએ જણાવ્યું હતું કે મોસમી બદલાવ અને વરસાદી માહોલમાં રસેલ વાઇપર માનવ વસાહતોની નજીક આશ્રય મેળવવા આવતા હોય છે. શાળા પ્રબંધનને પરિસર સ્વચ્છ રાખવા સૂચના પણ આપી હતી.


  • Follow us on: