છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના વિશ્વવિખ્યાત ભાતીગળ ગેર મેળા 2025માં જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા માહિતી કચેરીના સંયુક્ત ઉપક્રમે મેળાની અમૂલ્ય પળોને કંડારી ઉત્તમ ફોટો બેન્ક બનાવી શકાય તેવા ઉદેશથી ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ફોટોગ્રાફી સ્પર્ધામાં ગુજરાતના તમામ જિલ્લાઓથી ફેટોગ્રાર્ફ્સે ભાગ લીધો હતો. આ સ્પર્ધા વિવિધ કેટેગરીમાં રાખવામાં આવી હતી. જેમાં 74 જેટલા ફેટોગ્રાફરો દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.
જેમાં 58 જેટલા ફેટોગ્રાફરનું રજીસ્ટ્રેશન યોગ્ય જણાયુ હતું. જેમાંથી 42 ફેટોગ્રાફરોએ ભાગ લઈ 150 જેટલા ફેટોગ્રાફ ઈ-મેલ મારફ્તે જમા કરાવ્યા હતા.
આ ફેટોગ્રાફી સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ઘનશ્યામ મોહનભાઈ કહાર, જગદિશભાઈ પુરુષોત્તમ મેવા, પ્રકાશભાઈ કાશીરામ લોખંડે હતા.
આ સ્પર્ધાનાં ત્રણ નિર્ણાયકો દ્વારા આ સ્પર્ધાનાં પ્રથમ, દ્રિતિય, તૃતિય સ્પર્ધકોને પસંદગી કરવામાં આવેલ હતી. જેમાં પ્રથમ ક્રમે સૌરભ સિરોહિયા ઇનામ રૂા. 5100, દ્વિતીય ક્રમે નાફીસ ખાન ઇનામ 3100 અને મધુપ ખરે ઇનામ રૂા.3100 તેમજ તૃતિય ક્રમે કૌષિક પાડરિયા ઇનામ 2100 એમ કુલ-4 ફેટોગ્રાફરની પસંદગી કરવામાં આવી હતી. આ ઉપારાંતના તમામ ફેટોગ્રાફરોને પ્રોત્સાહક સર્ટીફ્કિેટ આપવામાં આવશે.