છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં સરકારી કાર્યક્રમ માટે જઈ રહેલા રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાના કાફલાને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
અતિ બિસ્માર અને કીચડ વાળા કાચા રસ્તાનાના કારણે મંત્રી અટવાયા
કવાંટના ડુંગરાળ વિસ્તારમાં આવેલા અતિ બિસ્માર અને કીચડ વાળા કાચા રસ્તાને કારણે મંત્રીની ગાડી આગળ જઈ શકે તેમ ન હોવાથી તેમને મામલતદારની ગાડીમાં બેસીને આગળ જવાની ફરજ પડી હતી.

રિવાબા નવનિર્મિત 'કન્ટેનર શાળા'ના ઉદ્ઘાટન પ્રસંગે જતા હતા
મળતી માહિતી મુજબ, શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા, જિલ્લા કલેક્ટર, સ્થાનિક ધારાસભ્ય અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો કવાંટ તાલુકાના હાફેશ્વર અને માનુકલા ગામે નવનિર્મિત 'કન્ટેનર શાળા'ના ઉદ્ઘાટન પ્રસંગે જઈ રહ્યો હતો. આ દરમિયાન અંદાજે 6 કિલોમીટર જેટલો માર્ગ અત્યંત કાચો, કીચડ વાળો, ઉબડખાબડ અને ડુંગરના ઢોળાવ વાળો હોવાથી શિક્ષણ મંત્રીની કાર પસાર થઈ શકી નહોતી.

તાત્કાલિક જેસીબી મશીન બોલાવી પુરાણ કરાવાયું
રસ્તાની ભયાનક સ્થિતિને જોતાં તંત્ર દ્વારા તાત્કાલિક જેસીબી મશીન બોલાવીને રસ્તા પર માટી-કાંકરીનું પુરાણ કરાવવું પડ્યું હતું. માર્ગ થોડો સરખો કર્યા બાદ મંત્રી અને અધિકારીઓનો કાફલો માંડ-માંડ આંબાડુંગરના માનુકલા ગામે પહોંચ્યો હતો. આ ઘટનાએ અંતરિયાળ ડુંગરાળ વિસ્તારોના રસ્તાઓની વાસ્તવિક સ્થિતિ અને બિસ્માર માર્ગોની પોલ છતી કરી દીધી છે.
https://twitter.com/sandeshnews/status/2081636921374392330
આ પણ વાંચો : Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?