ગુજરાત વિકાસની હરણફાળ ભળી રહ્યું હોવાનું નેતાઓ દાવાો કરે છે. નેતાઓના દાવાઓ વચ્ચે છોટાઉદેપુર જિલ્લાની વરવી વાસ્તવિકતા સામે આવી છે. છોટાઉદેપુરમાં શાળાએ જવા વિદ્યાર્થીઓએ હજુ પણ ઘણો સંઘર્ષ કરવો પડે છે. નસવાડીમાં શાળાએ જવા વાલીઓના ખભે બેસી વિદ્યાર્થીઓ નદી પાર કરવા મજબૂર થયા છે. ગામવાસીઓ દ્વારા નદી પર પુલ બાંધવા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે છતાં તંત્ર વિકાસની કામગીરીમાં વ્યસ્ત છે અને જરૂરિયાતો સામે આંખ આડા કાન કરી રહ્યા છે.


[[$googlead]]

નદી પર પુલ બનાવવાને લઈને કરી રજૂઆત

નસવાડી તાલુકામાં વિકાસની વરવી વાસ્તવિકતા સામે આવી. જ્યાં પોથલીપુરાના વિદ્યાર્થીઓએ અભ્યાસ કરવો હોય તો ના છૂટકે પોતાના માતાપિતાની મદદ લેવી પડે છે. પોથલીપુરાની શાળામાં જવા વચ્ચે આવતી અશ્વિન નદી પાર કરવી પડે. અશ્વિન નદી ઉપર પુલ ના હોવાના કારણે લોકોને તેમના કામો પૂરા કરવા ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. અશ્વિન નદીમાં પાણી વધારે હોય દરરોજ ની હાલાકી ભોગવતાં ગ્રામજનો સરકાર પુલ ક્યારે બનાવશે ના પ્રશ્નો ઉઠાવ્યા.

[[$alsoread]]

ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો

નેતાઓ જાહેરાત કરવામાં માહેર છે. ચૂંટણી આવતા જ જે-તે વિસ્તારના વિકાસ માટે આમ કરીશું-તેમ કરીશું તેવી જાહેરાત કરે છે. 5 કરોડના ખર્ચે પુલ બનશેની જાહેરાત સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવી કરી હતી. આ જાહેરાત કર્યા ના દોઢ વર્ષ થયું છતાંય હજુ પુલ કામગીરી શરૂ થઈ નથી. આ ફક્ત જાહેરતા જ બની રહી કારણ કે નદી પર પુલ બનાવાની કામગીરી કરવાની દૂરની વાત રહી  આ કામગીરી પહેલા કરાતી ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ ના થતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો..

વિકાસની વરવી વાસ્તવિકતા 

આ વિસ્તારના ગ્રામજનો મીટ માંડીને બેઠા છે કે કયારે પુલનું કામ શરૂ થશે અને કયારે નદી પર પુલ બનશે જેથી કરીને વિદ્યાર્થીઓને શાળાએ જવા મુશ્કેલીઓ ના આવે. દર વર્ષે ચોમાસામાં આ જ સ્થિતિ સર્જાય છે. શાળાએ જવા બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પોથલીપુરા ગામે અશ્વિન નદી ઉપર પુલ ના બનતા શાળાએ જતા બાળકોને વાલીઓ ખભે બેસાડી જીવના જોખમે શાળાએ લેવા મુકવા જવા મજબુર બન્યા છે. ગામમાં એકબાજુ શાળા બીજીબાજુ આંગણવાડી હોય ભર ચોમાસામા સૌથી વધુ મુશ્કેલી બાળકોને પડી રહી છે. સરકાર એકબાજુ વિકાસની વાતો કરે પરંતુ વિકાસની વરવી વાસ્તવિકતા કંઈક અલગ છે.

  • Follow us on: