છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા તથા ધારાસભ્ય રાજુભાઈ રાઠવાએ આજે રવિવારે રજાના દિવસે છોટાઉદેપુરના સામાજિક આગેવાન સૌરભ શાહ સાથે અચાનક નગરપાલિકાના સેન્ટર હોમ તથા નગરપાલિકાના પાંચ કરોડ ઉપરાંતના ખર્ચે લગભગ બનીને તૈયાર થઈ ગયેલા ઓડિટોરિયમની મુલાકાત લેતા નગરપાલિકાના કર્મચારીઓ તથા કોર્પોરેટરો સ્થળ પર આવ્યા હતા.


આજે રવિવારની રજા હોવા છતાં છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ તથા ધારાસભ્ય રાજુભાઈ નગરપાલિકામાં સરકારી ગ્રાન્ટમાંથી બનતા ઓડિટોરિયમનું નિરીક્ષણ કરવા નગરના આગેવાન સૌરભ શાહ સાથે પહોંચ્યાં હતા. એમની સાથે તાલુકા પંચાયત પ્રમુખ કલ્પના બહેન રાઠવા નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી, દિવાબતી ચેરમેન વિમલ દરજી, પ્રાથમિક શિક્ષણ ચેરમેન કમલેશભાઈએ ઓડિટોરિયમની કામગીરી નિહાળવા આવી પહોંચ્યા હતા. સંસદ સભ્ય તથા ધારાસભ્ય એ સરકારી ગ્રાન્ટમાંથી થતા ઓડિટોરિયમ ના કામની અત્યંત ઝીણવટ પૂર્વક નિરીક્ષણ કર્યું હતું. અને કામગીરીની સંપૂર્ણ માહિતી મેળવી હતી. આ સાથે સાંસદ અને ધારાસભ્યે કામગીરી બને એટલી જલ્દી પૂરી કરવા માટે સૂચના આપી હતી. ધારાસભ્ય રાજુભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે, સરકારી ગ્રાન્ટોમાંથી થઈ રહેલા વિકાસના કામોનું નિરીક્ષણ કરવું એ અમારી પ્રાથમિક ફરજ છે. નજીકના ભવિષ્યમાં નગરપાલિકામાં ચાલતા તમામ કામોનું પણ અચાનક નિરીક્ષણ કરવામાં આવશે. ઓડિટોરિયમથી સાંસદ અને ધારાસભ્યનો કાફ્લો સીધો નગરપાલિકા સંચાલિત શેલ્ટર હોમની મુલાકાતે પહોંચ્યો હતો.


  • Follow us on: