છોટાઉદેપુરના ડુંગર ગામે ST બસને અકસ્માત નડ્યો હતો. ST બસ પલટી મારી જતા બસમાં સવાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. કવાંટથી છોટાઉદેપુર તરફ જતી બસ પલટી જતા બસમાં સવાર મુસાફરોને ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ડુંગર ગામે ST બસ પલટી જતા રોડ પર ભારે ટ્રાફિક જામ થયો હતો. રોડની સાઈડમાં બસ પલટી જતા લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા.
છોટાઉદેપુરમાં ST બસ પલટી ગઈ
કવાંટથી છોટાઉદેપુર તરફ જતી બસ પલટી જતા બસમાં સવાર મુસાફરોને ઈજાગ્રસ્ત થયા હતા. બસ પલટી જતા લોકોને ઇમરજન્સી બારી માંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
બસમાં સવાર લોકો ઈજાગ્રસ્ત થયા
કવાંટથી છોટાઉદેપુર તરફ જતી ST બસના ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કબૂ ગુમાવતા બસ પલટી મારી ગઈ હતી. બસમાં સવાર લોકોને ઇમરજન્સી બારીથી બહાર કાઢવામાં આવ્યા હતા. બસમાં સવાર મુસાફરોને ઈજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત મુસાફરોને અન્ય બસમાં બેસાડી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડયા છે.









