છોટા ઉદેપુરમાં ઓરસંગ નદીનો આડબંધ ઓવરફ્લો થયો છે. ગઈકાલે ભારે વરસાદથી ઓરસંગ નદીમાં પૂરની સ્થિતિ હતી. ઓરસંગ નદીમાં પૂરથી જોજવાન આડબંધ ઓવરફ્લો થયો છે. આડબંધ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો સર્જાયા હતા. બોડેલીના જોજવામાં ઓરસંગ નદીનો આડબંધ ઓવરફ્લો થયો છે. ભારે વરસાદથી ઓરસંગ નદીમાં પૂર આવ્યું હતું.ચાલુ વર્ષે સિઝનની શરૂઆતમાં જ આડબંદ ઓવરફ્લો થયો છે. આડબંધ ઓવરફ્લો થતા આહલાદક દૃશ્યો સર્જાયા હતા.


સાર્વત્રિક વરસાદ બાદ આજે વરસાદનું જોર ઘટ્યું

રાજ્યમાં ત્રણ દિવસ સાર્વત્રિક વરસાદ બાદ આજે વરસાદનું જોર ઘટ્યું છે. છેલ્લાં ૨૪ કલાક દરમિયાન વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં સૌથી વધુ 7 ઇંચ જેટલો અને પારડી તાલુકામાં 5 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત વલસાડના કપરાડા અને ધરમપુર ખાતે 4 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં 23 જિલ્લામાં નોંધાયો વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ આજે તા. 20જૂન, 2025ના રોજ સવારે 6 કલાક સુધીમાં છેલ્લા 24 કલાક દરમિયાન વલસાડના ઉમરગામ અને નવસારીના ખેરગામમાં 4 ઈંચ જેટલો તેમજ ભરૂચના હાંસોટ અને વાલિયા, સુરતના ઓલપાડ તથા ડાંગના વઘાઈ તાલુકામાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. તદુપરાંત રાજ્યના 7 તાલુકામાં બે ઇંચથી વધુ, 12તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, 72 તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 23 જિલ્લાના 101 તાલુકામાં વરસાદ વરસ્યો છે.


  • Follow us on: