ચોટીલાના સણોસરા ગામે રહેતા 42 વર્ષીય બુધાભાઈ પોપટભાઈ ખીચડીયા ખેતી કરે છે. તેમના ઘર સામે તેમના ભાઈ વલ્લભભાઈ પોપટભાઈ ખીચડીયાએ ફળીયામાં દીવાલ ચણવા બાબતે ખોદકામ કર્યુ હતુ. આ બાબતનું મનદુઃખ રાખી ગત તા. 22મીએ સાંજે ગામના ભરત ભાદાભાઈ ખીચડીયા, ભાદા અરજણભાઈ ખીચડીયા, કમા અરજણભાઈ ખીચડીયા, જયદીપ રમેશભાઈ ખીચડીયા, પ્રદીપ રમેશભાઈ ખીચડીયા, દીલીપ પુંજાભાઈ ખીચડીયા, રમેશ કમાભાઈ ખીચડીયા અને પુંજા અરજણભાઈ ખીચડીયાએ એકસંપ કરી ધારીયા, પાવડા, લાકડી વડે બુધાભાઈ, તેમના કાકા બચુભાઈ અને દિકરા રણજીતને માર મારી ઈજા પહોંચતા ત્રણેયને સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. આ અંગે 8 આરોપી સામે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી એમ. જી. મકવાણા ચલાવી રહ્યા છે.

Surat : અમદાવાદની અપહૃત પરિણીતાને પોલીસે ચુંગાલમાંથી મુક્ત કરાવી, પેરોલ જમ્પ કરનાર ગેંગસ્ટર દેવરચંદ ગુર્જર ઝડપાયો









