ટ્રમ્પના ટેરીફ સામે કેન્દ્ર સરકારે કપાસની આયાતી ડયુટી શૂન્ય કરી નાંખી છે. આ મુદ્દે જિલ્લાના ખેડૂતોમાં રોષ જોવા મળે છે. બીજી તરફ સરકારે ખેડૂતોનો કપાસ ટેકાના ભાવે પ્રતિ મણ રૂ. 1,620થી ખરીદવાની જાહેરાત કરી છે. આવા સમયે તા. 9મીને મંગળવારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા એપીએમસીમાં કપાસની આવકના શ્રીગણેશ થયા છે. આગોતરૂ વાવેતર કરનાર ચોટીલા તાલુકાના દેવસર ગામના ખેડૂત પોતાનો 7 મણ કપાસ લઈને મંગળવારે સવારે ચોટીલા એપીએમસી પહોંચ્યા હતા. જેમાં તેમનો કપાસ રૂ. 2,101 પ્રતિ મણના ભાવે વેચાયો છે. ગત વર્ષે જયારે કપાસના ભાવ રૂ. 1,400થી 1,500 પ્રતિ મણના હતા. ત્યારે આ વર્ષે શરૂઆતમાં જ સારા ભાવ મળતા ખેડૂતોમાં પણ હરખ છવાયો છે.

Surat : અમદાવાદની અપહૃત પરિણીતાને પોલીસે ચુંગાલમાંથી મુક્ત કરાવી, પેરોલ જમ્પ કરનાર ગેંગસ્ટર દેવરચંદ ગુર્જર ઝડપાયો









