ચોટીલા નેશનલ હાઇવે સહિત અન્ય માર્ગો ઉપર રખડતા ઢોર હટાવવાની કામગીરી કરવા માટે નગરપાલિકાને ડેપ્યુટી કલેકટર દ્વારા નોટીસ આપી કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ કરાયો છે.


વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર ચોટીલા નેશનલ હાઇવે ઉપર ઓનેસ્ટ હોટેલથી જલારામ મંદિર સુધી રોડ ઉપર રખડતા ભટકતા ઢોર સતત બેસતા અવરજવર કરતા હોવાથી વાહનચાલકો સાથે અકસ્માત થવાની અને ગંદકી ફેલાવાના કારણે બિમારી ફેલાવાનો ભય રહે છે. જેથી ચોટીલા ડેપ્યુટી કલેકટર એચ. ટી. મકવાણાએ ચોટીલા પાલીકાના ચીફ ઓફીસરને નોટીસ પાઠવી રોડ ઉપરથી રખડતા ઢોર હટાવવાની કામગીરી કરવા આદેશ કરાયો છે.જો આ કામગીરી પાલીકા નહી કરે તો કાયદેસરની કાર્યવાહી કરવા અને આ કામગીરી ડેપ્યુટી કલેકટર દ્વારા કરાવી પાલીકા પાસેથી વસુલાત કરશે એવી કાર્યવાહી શરૂ કરતા દોડધામ મચી ગઇ છે.આ બાબતે ડેપ્યુટી કલેકટર મકવાણાએ જણાવેલકે પાલીકા કામગીરી નહી કરે તો હું કરાવીશ અને એનો ખર્ચ પાલીકા ચુકવશે અને નહી ચુકવે તો પાલીકાની મિલ્કત વેચીને પણ વસુલાત કરી શકીશું. આમ હવે પાલીકા ઢોર હટાવવા કેવી કામગીરી કરે છે એની સામે સૌની નજર મંડાયેલી છે.


  • Follow us on: