ગાંધીનગરના કુડાસણમાં થોડા દિવસ પહેલા જ ચોરીની મોટી ઘટના સામે આવી હતી, જેમાં ગાડીનો કાચ તોડીને ચોર 25 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયો હતો, ત્યારે આ મામલે પોલીસને હવે મોટી સફળતા મળી છે અને ચોરી કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે ચોરી કરનારા આરોપી જગદીશ દીદાવાલાની ધરપકડ કરી લીધી છે. આ ચોર આંગડિયા પેઢીના કર્મચારીની ગાડીમાંથી 25 લાખ રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો.


[[$googlead]]

ફરાર આરોપી નકુલ તમંચેની શોધખોળ હાથ ધરાઇ

જો કે પોલીસે આરોપીને ઝડપીને રૂપિયા 19.60 લાખ રોકડા કબ્જે કર્યા છે, ત્યારે અન્ય એક આરોપી નકુલ તમંચે હજુ પણ ફરાર છે. ચોરીના ગુનામાં વપરાયેલા બાઈકને પણ ક્રાઈમ બ્રાન્ચની ટીમ કબ્જે કરી લીધું છે અને ફરાર આરોપી નકુલ તમંચેની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને મુખ્ય આરોપી જગદીશ દીદાવાલા વિરૂદ્ધ ક્રાઈમ બ્રાન્ચે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[[$alsoread]]

સરનામું પુછી ડ્રાઈવરની નજર ચૂકવી

9 જૂને ગાંધીનગરના કુડાસણ પાસેથી 25 લાખની લૂંટ થઈ હોવાની ઘટના સામે આવી હતી. આરોપીઓએ ઈનોવા કારના કાચ તોડીને 25 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા, આંગડિયા પેઢીનો ડ્રાઈવર પૈસા લઈને નીકળ્યો હતો. આ દરમિયાન સરનામું પુછવાના બહાને ગાડી રોકાવી હતી. ડ્રાઈવરની નજર ચૂકવીને આરોપી પૈસા લઈ ફરાર થઈ જતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. મળતી વિગતો પ્રમાણે ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં ધોળા દિવસે ઈનોવા કારનો કાચ તોડીને 25 લાખ રૂપિયાની લૂંટનો બનાવ સામે આવ્યો હતો. 3 શખ્સોએ સરનામું પુછવાના બહાને કાર રોકાવી હતી અને ડ્રાઈવરની નજર ચૂકવીને 25 લાખ રૂપિયાની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. જયસિંહ ચાવડાને તેમના શેઠે સેક્ટર ત્રણમાં સ્થિત એક આંગડિયા પેઢીમાં પૈસા લેવા મોકલ્યા હતા.


  • Follow us on: