અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે એક એવા આરોપીની ધરપકડ કરી છે જે યુવાનોને નોકરીની લાલચ આપીને મ્યાનમાર મોકલતો હતો, જ્યાં તેઓ સાયબર ક્રાઇમ કરતી ગેંગના હાથે ચડી જતા હતા.પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતા આરોપી રોહિતગીરી ગોસ્વામીની પોલીસે ધરપકડ કરી છે. આ આરોપીએ અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ચાર લોકોને મ્યાનમાર મોકલ્યા હોવાનું સામે આવ્યું છે.
મ્યાનમાર મોકલનાર આરોપી પકડાયો
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી રોહિતગીરી ગોસ્વામીનો ભાઈ સીધો ચાઇનીઝ ગેંગ કિટન (Kitten) સાથે જોડાયેલો છે. આ ગેંગ વિદેશમાં ભારતીય યુવાનોને નોકરીનું બહાનું આપીને બોલાવે છે અને પછી તેમને બળજબરીથી સાયબર ક્રાઇમ અને ઓનલાઇન ફ્રોડની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં જોતરે છે.










