અમદાવાદમાં વોન્ટેડ આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આરોપી સામે અલગ અલગ ગુના નોંધાયા છે. પોલીસે આરોપી અભિષેક રાજપૂત ઉર્ફે બબલુની ધરપકડ કરી છે. આ આરોપી સામે હત્યા,મારામારી સહિતના ગુના અનેક ગુનાઓ નોંધાયેલા છે. આ કુખ્યાત આરોપી છેલ્લા 4 વર્ષથી ફરાર હતો. આ આરોપી સામે અત્યાર સુધીમાં કુલ 12 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.


[[$googlead]]

અમદાવાદમાં વોન્ટેડ આરોપીની પોલીસે ધરપકડ 

[[$alsoread]]

અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ આરોપી અભિષેક રાજપૂત ઉર્ફે બબલુને ઝડપી પાડ્યો છે. આ આરોપી છેલ્લા 4 વર્ષથી ફરાર હતો. ઝડપાયેલા આરોપી સામે અત્યાર સુધીમાં કુલ 12 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જેમાં હત્યા, મારામારી , પ્રોહીબિશન, આર્મ્સ એક્ટ સહિતના ગુનાઓનો સમાવેશ થાય છે.

આરોપી છેલ્લા 4 વર્ષથી ફરાર હતો

આરોપી સામે તાજેતરમાં જ ઓડિશામાં પણ આર્મ્સ એક્ટ અંતર્ગત ગુનો દાખલ થયેલો છે. આરોપીની પૂછપરછમાં એક રસપ્રદ વાત એ સામે આવી છે કે આરોપી છેલ્લા 4 વર્ષથી પોલીસથી બચવા અલગ અલગ રાજ્યોમાં નાસતો ફરતો હતો. આ દરમ્યાન તે મોટાભાગે ધાર્મિક સ્થળોની આજુબાજુમાં છુપાતો ફરતો હતો જેમાં તેણે 8થી વધુ જ્યોતિર્લિંગના દર્શન કરી ચૂક્યો છે.

  • Follow us on: