અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) અને કસ્ટમ્સ વિભાગ દ્વારા અત્યંત સફળ અને મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વિદેશથી ગેરકાયદેસર રીતે ડ્રગ્સની હેરાફેરી કરવાના રેકેટનો પર્દાફાશ કરતા કસ્ટમ્સ અધિકારીઓએ બેંગકોકથી આવેલા બે શંકાસ્પદ મુસાફરોને ઝડપી પાડ્યા છે. આ બંને મુસાફરો થાઈ એરવેઝની ફ્લાઇટ નંબર TG-343 મારફતે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા.
પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે એક્સ-રે સ્કેનિંગમાં પકડાયા ચોર
કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ બાતમી અને પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે આ બંને મુસાફરોની ગતિવિધિઓ પર શંકા જતા તેમને તપાસ અર્થે રોક્યા હતા. ત્યારબાદ તેમની ચેક-ઇન ટ્રોલી બેગ્સનું એક્સ-રે સ્કેનિંગ કરવામાં આવ્યું હતું, જે દરમિયાન બેગની અંદર શંકાસ્પદ વસ્તુઓ હોવાનું સામે આવ્યું હતું. અધિકારીઓએ બંને ટ્રોલી બેગની સઘન તપાસ કરતા તેમાંથી વેક્યૂમ સીલ કરેલા કુલ 14 પેકેટ મળી આવ્યા હતા.
