અમદાવાદ શહેરના દાણીલીમડા પોલીસ સ્ટેશનની ટીમે ગેરકાયદેસર માંસના વેપાર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. પોલીસે બાતમીના આધારે નવાબની ચાલી વિસ્તારમાં આવેલી 'શાહેઆલમ ચિકન સેન્ટર' નામની દુકાનમાં દરોડો પાડીને ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલો આશરે 250 કિલો ગૌમાંસ અને ભેંસના માંસનો જથ્થો ઝડપી પાડ્યો છે.
પશુ કતલ કરવા માટે વપરાતા સાધનો મળ્યા
દરોડા દરમિયાન પોલીસે માંસના જથ્થા ઉપરાંત પશુ કતલ કરવા માટે વપરાતા સાધનો જેવા કે લોખંડના બે છરા, હાથાવાળી છરી, ઇલેક્ટ્રિક ત્રાજવું અને એક કિલોના બાટ સહિતનો તમામ સામાન કબજે કર્યો છે. પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા આ તમામ મુદ્દામાલની કુલ કિંમત આશરે રુપિયા 50,000 હોવાનું સામે આવ્યું છે.
