ધોળકામાં તસ્કરો બોરવેલના વાયરો ચોરી જતાં ચર્ચા શરુ થઇ છે. અને આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સીમેજ ગામે માંડણ નામની સીમ વિસ્તારમાં 7થી વધુ બોરના વીજ વાયરોની ચોરી કરવામાં આવી હતી. એક વર્ષ અગાઉ પણ ધોળકા વિસ્તારમાં તસ્કર ટોળકીએ આતંક મચાવી બોરના વાયરો ચોર્યા હતા. ખેતર માલિકો દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. અને LCB શાખાને તપાસ સોંપવામાં આવે તેવી માંગ ખેડૂતોએ કરી છે.


[[$googlead]]

તસ્કરોએ બોરવેલના વાયરો ચોર્યા

ધોળકામાં અગાઉની ચોરીમાં પણ આજ દિન સુધી કોઈ પકડાયું નથી આથી ખેડૂતોમાં પોલીસ તંત્ર સામે નારાજગી જોવા મળી રહી છે. હાલમાં જે ચોરી થઇ છે. તે માટે સ્થાનિક પોલીસને જાણ કરતા તેઓ ઘટના સ્થળે આવી પહોંચી હતા. અને તપાસ શરુ કરી હતી. 7 ઉપરાંત ઓરડીઓના તાળા તોડી વાયરો ચોરી કરી ગયા હોવાનું પ્રકાશમાં આવ્યુ છે. વાયર કાપી ત્યાં જ સળગાવી વાયરનું તાંબુ કાઢવામાં આવ્યુ છે. ખેતરમાં નાખવામાં આવેલા બોરના વાયરો ચોરતી ટોળકીને પકડી પાડવા LCB શાખાને તપાસ સોંપવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે.

[[$alsoread]]

ખેતર માલિકો દ્વારા પોલીસ ફરિયાદ

ધોળકામાં તસ્કરો બોરવેલના વાયરો ચોરતા ખેતર માલિકોને મોટું નુકસાન થઇ રહ્યુ છે. તેઓ ખેતી પાકમાં નુકસાની ભોગવી રહ્યા છે. આ ઉપરાંત પોલીસ પણ કોઇ કડક કાર્યવાહી ન કરતા તેમની સામે રોષ ફેલાઇ રહ્યો છે. આમ, ખેતર માલિકોને નુકસાન થઇ રહ્યુ હોવાથી તેમનામાં નારાજગી જોવા મળી રહી છે. માંડણ ગામની સીમમાંથી 7 બોરવેલના વાયર ચોરી જતા હવે કોઇ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવે તે જરુરી છે.  

  • Follow us on: