અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાએ સમાજને વિચારતો કરી મુક્યો છે. દરેક વ્યક્તિ એવું કહી રહ્યો છે કે ધોરણ 8માં ભણતા વિદ્યાર્થીની મનોસ્થિતી શું હશે કે તેણે સામાન્ય ઝઘડામાં પોતાની સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીને છરી મારી હત્યા કરી દીધી. આ બનાવ સમાજ માટે ચિંતા કરવા જેવો છે કારણ કે બાળકના હાથમાં જ્યારે સ્માર્ટ ફોન આવી ગયો છે ત્યારે તેની અસરો વિશે પણ ગંભીરતાથી સમાનતાપૂર્વક વિચારવાની જરુરી છે.


[[$googlead]]

 નાના બાળકો હિંસાત્મક વાતાવરણ ઝડપથી શીખી રહ્યા છે

આ ઘટના વિશે જાણીતા મનોચિકીત્સક ડો.પ્રશાંત ભીમાણીએ કહ્યું કે આ દુખદ ઘટના છે અને તે બતાવે છે કે નાના બાળકો હિંસાત્મક વાતાવરણ ઝડપથી શીખી રહ્યા છે. પોતાના ઘરમાં મારામારી કે ગુસ્સો થતો હોય તે બાળક જોતું હોય છે. ઉપરાંત સ્માર્ટ ફોન હવે તો નાનપણથી જ બાળકોના હાથમાં આવી ગયા છે જેથી ક્રાઇમની વેબસિરીઝ જોતા હોય છે.

[[$alsoread]]

બુલીંગ થાય કે હેરાનગતી થાય ત્યારે પ્રતિક્રિયા આવી હિંસાત્મક

તેમણે કહ્યું કે બાળકો મોબાઇલમાં હિંસાત્મક ગેમ રમતા હોય છે અને તેની પણ નકારાત્મક અસર બાળક પર થતી હોય છે. બાળક શાળાએ જાય ત્યારે ત્યાં જો તેની સાથે બુલીંગ થાય કે હેરાનગતી થાય ત્યારે પ્રતિક્રિયા આવી હિંસાત્મક હોય છે



સંવાદભર્યો અને સૌહાર્દભર્યો વ્યવહાર રાખવો જોઇએ

તેમણે એમ કહ્યું કે આ ઘટના વિચાર કરવા પ્રેરે છે અને તેના ઉંડાણમાં જવુ જોઇએ. બાળકના ઘડતરમાં માતા પિતાનો રોલ મોટો છે અને દરેક માતા પિતાએ તેના બાળકને સાંભળવાનો પ્રયાસ કરવો જોઇએ. તેની સાથે સંવાદભર્યો અને સૌહાર્દભર્યો વ્યવહાર રાખવો જોઇએ. ડો.ભીમાણીએ કહ્યું કે તેનું વર્તન બદલાય તો વાલીએ સજાગ અને સતર્ક રહેવું જોઇએ.

વેબસિરીઝ કે હિંસાત્મક ગેમના કારણે બાળક શીખે છે કે પહેલી પ્રતિક્રીયા હિંસા જ હોય

ડો.ભીમાણીએ વાતચીતમાં કહ્યું કે બાળકનું વર્તન સ્કૂલમાં બદલાયેલું હોય તો શિક્ષકોએ પણ તેને સજા કરવાના બદલે કે તેની પર ગુસ્સો કરવાના બદલે તેની સાથે પ્રેમભર્યો વ્યવહાર કરવો જોઇએ અને તેની સાથે સંવાદ કરવો જોઇએ. વેબસિરીઝ કે હિંસાત્મક ગેમના કારણે બાળક શીખે છે કે પહેલી પ્રતિક્રીયા હિંસા જ હોય અને બાળક સહનશીલતા શીખતું નથી


  • Follow us on: