અમદાવાદના શાહીબાગમાં બુટલેગરના પુત્રએ અકસ્માત સર્જયો છે જેમાં એક વ્યકિતનું મોત થયું હોવાની વાત સામે આવી છે, કારની ટક્કરથી એકટિવા ચાલકનું મોત થયું છે, કારે ફુલ સ્પીડમાં એકટિવા અને રિક્ષાને ટક્કર મારતા આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, અકસ્માતમાં રિક્ષાચાલકને ઇજા થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.


[[$googlead]]

અકસ્માત કરનાર કાર ચાલક બુટલેગરનો પુત્ર

આ અકસ્માત કરનારના પિતા પણ બુટલેગર છે અને દાદાનો પણ ગુનાહિત ઈતિહાસ છે, પિતા અગાઉ શાહીબાગ વિસ્તારમાં દારૂનો ધંધો કરતા હોવાની વાત સૂત્રો તરફથી મળી રહી છે, પિતા દિલીપસિંહ રાઠોડ પોલીસ ચોપડે બુટલેગર તરીકે ફરાર છે, દાદા કિશોરસિંહ રાઠોડ ઉર્ફે કિશોર લંગડો પણ બુટલેગર હોવાની વાત સામે આવી છે. અકસ્માત સર્જનાર આદિત્ય રાઠોડના હથિયાર સાથેના વીડિયો વાયરલ થયા છે, કારમાં હથિયાર સાથે ગીતો પર આદિત્ય ઝૂમી રહ્યો છે.

[[$alsoread]]

અમદાવાદના શાહીબાગમાં રફ્તારનો કહેર

ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કારની સ્થિતિ જોઈને લાગે કે ઓવર સ્પીડમાં હશે અને એક એક્ટિવા ચાલકને ટક્કર વાગતાં તેનું મોત થયું છે, પોલીસે પણ આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે, અકસ્માત સર્જનાર નશાની હાલતમાં હોય એવું હાલ જણાતું નથી પરંતુ મેડિકલ રીપોર્ટ બાદ જાણી શકાશે કે નશો કર્યો છે કે નથી કર્યો આવું નિવેદન પોલીસનું છે, અમદાવાદમાં બેફામ નબીરાઓ માટે અકસ્માત સર્જવો એ હવે સામાન્ય બાબત બની ગઈ છે.

  • Follow us on: