અમદાવાદમાં ફરી અકસ્માતની ઘટના બની છે જેમાં બેફામ કાર ચલાવીને કારચાલકે અન્ય વાહનો અને રીક્ષાને નુકસાન પહોંચાડયું છે, પહેલા બેફામ કારચાલકે રીક્ષાને ટક્કર મારી અને ત્યારબાદ અન્ય વાહનોને પણ નુકસાન પહોંચાડયું હતુ, રીક્ષાચાલક પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
અમદાવાદના નવા વાડજમાં અકસ્માત
અમદાવાદના નવા વાડજમાં અકસ્માતની ઘટના બની છે, બેફામ કાર ચાલકે રિક્ષાને ટક્કર મારી અન્ય વાહનોને પણ નુકસાન પહોંચાડયું છે, વ્યાસવાડી ચાર રસ્તા પાસે આ અકસ્માત થયો છે, કારચાલકે પાર્ક કરેલ વાહનોને પણ નુકસાન થયું છે, કારચાલક અકસ્માત કરીને ટ્રાફિક પોલીસ પાસે પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનામાં પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અમદાવાદ ટ્રાફિક બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે, કારચાલકે નશો કરીને કારનો અકસ્માત કર્યો છે કે શું તે દિશામાં તપાસ કરાઈ રહી છે.
પોલીસે સીસીટીવી લીધા તપાસ માટે
અકસ્માત થતાની સાથે લોકોના ટોળા ઉમટી પડયા હતા અને રીક્ષાચાલકને સારવાર માટે ખસેડાયો હતો, અકસ્માત બાદ કારચાલક કાર મૂકીને પોલીસ સ્ટેશન હાજર થયો હતો, આ ઘટનામાં હજી પોલીસે ગુનો નોંધ્યો છે કે નહી તેની માહિતી સામે આવી નથી, ત્યારે પોલીસ આવા કારચાલકને કાયદાનો પાઠ ભણાવે તે જરૂરી છે, કારની ટક્કર બાદ રીક્ષાચાલક ઉછળીને રીક્ષાની બહાર પડયો હતો અને રીક્ષા પલટી મારી ગઈ છે, કાર ફુલ સ્પીડમાં હતી અને આ અકસ્માત થયો હોવાની વાત સામે આવી છે.









