અમદાવાદમાં રોજેરોજ અકસ્માતના બનાવો સામે આવી રહ્યાં છે. શહેરમાં GMDC ગ્રાઉન્ડ નજીક અકસ્માત સર્જાતા બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. પૂરપાટ ઝડપે બાઈક ચલાવતા અકસ્માત સર્જાયો છે. બાઈક ચાલકનો હાથ શરીરથી છૂટો પડી ગયો હતો. પોલીસે સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.


અમદાવાદના GMDC ગ્રાઉન્ડ નજીક અકસ્માત

અમદાવાદમાં ઓવરસ્પીડ ડ્રાઈવના બનાવો વધુ પ્રમાણમાં બની રહ્યાં છે. શહેરમાં બેફામ પણે ડ્રાઈવિંગ કરનારા બાઈક ચાલકો અકસ્માત સર્જી રહ્યાં છે. GMDC ગ્રાઉન્ડ નજીક પૂરપાટ ઝડપે આવી રહેલો બાઈક ચાલક રેલિંગ સાથે અથડાયો હતો. આ અકસ્માતમાં તેનો એક હાથ શરીરથી છુટો થઈ ગયો હતો. તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચોઃ Surendranagar news: ડોલર આપવાના બહાને છેતરપિંડી કરનારો ઝડપાયો, ત્રણ માસથી હતો ફરાર


  • Follow us on: