અમદાવાદના એસજી હાઈવે પર અકસ્માતની ઘટના બનતી હોય છે, કેમકે એક સાથે સળંગ બ્રિજ બન્યા હોવાથી લોકો ફુલ સ્પીડમાં વાહન હંકારતા હોય છે, જેના કારણે ઘણા લોકોના જીવ પણ ગયા છે, ત્યારે એસજી હાઈવે પર બ્રિજ પર અકસ્માત થયો હતો જેમાં ફુલ સ્પીડમાં સ્પોટબાઈકનો ચાલક કાર સાથે અથડાયો હતો.
અમદાવાદનો એસજી હાઇવે બન્યો રેસિંગ ટ્રેક
અમદાવાદનો એસજી હાઈવે જાણે રેસિંગ ટ્રેક બન્યો હોય તેવું લાગી રહ્યું છે, SG હાઈવે પર સ્પોર્ટ્સ બાઇકચાલકે અકસ્માત કર્યો છે જેમાં સ્પોટબાઈક ચાલક ધડાકાભેર કારના પાછળના ભાગે ઘુસી ગયો હતો અને અથડાઈને નીચે પડયો હતો, આ અકસ્માતમાં બાઈકચાલકને ઈજા પહોંચી છે અને બાઈકના ભુક્કા બોલાઈ ગયા છે, તો બીજી તરફ કારને પણ મોટુ નુકસાન થયું છે, કારચાલકે આક્ષેપ કર્યો છે કે, ઓવરસ્પીડમાં બાઈકચાલક હતો તેના કારણે અકસ્માત થયો છે.
એસજી હાઈવે પર ઓવરસ્પીડમાં બાઈકચાલકે અકસ્માત કર્યાનો આક્ષેપ
નબીરાઓને અને સ્ટંટ કરતા વાહનચાલકોને જાણે પોલીસનો ડર રહ્યો ના હોય તેમ લાગી રહ્યું છે, અમદાવાદના એસજી હાઈવે પર બે ટ્રાફિકના પોલીસ સ્ટેશન છે એસજી 1 અને એસજી 2 પરંતુ પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે કે પછી મેમા આપવામાં પડી છે તે ખબર નથી પડતી, એસજી હાઈવે પર વારંવાર અકસ્માત થતા રહેતા છે અને ત્યારબાદ પોલીસ પહોંચીને ગુનો નોંધતી હોય છે, પરંતુ આવા સ્પોર્ટબાઈક લઈને નીકળનારા પણ પોતાની જાતને હીરોથી નીચે સમજતા નથી અને અકસ્માત કરીને બીજાની જિંદગીને નુકસાન પહોંચાડતા હોય છે, ત્યારે ટ્રાફિક પોલીસ આવા બાઈકચાલકોને પકડી બાઈક જમા લો તે જરૂરી બન્યું છે.
અમદાવાદના ચાણક્યપુરીમાં અકસ્માત
અમદાવાદના ચાણક્યપુરીમાં પણ અકસ્માત થયો હોવાની વાત સામે આવી છે, જેમાં ફૂલ સ્પીડમાં કાર સર્કલ સાથે અથડાઇ હતી અને બ્રિજ પરથી આવતીકાર સર્કલ સાથે અથડાઇ હતી અને રસ્તા પર જતી અન્ય કારને પણ ટક્કર મારી હોવાની વાત સામે આવી છે, ઘટનામાં એક વ્યક્તિને ઇજા પહોંચી છે અને પોલીસે પણ તપાસ શરૂ કરી છે.









