અમદાવાદના પોશ વિસ્તાર શિલજમાં ફરી દારૂ પાર્ટીમાં પોલીસે ભંગ પાડયો છે અને દારૂ, હુક્કા સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે, 6 મહિલા સહિત 15થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે, બોપલ પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી અને સમગ્ર ઘટનામાં ફાર્મ હાઉસમાં કોની પરમિશનથી પાર્ટી ચાલતી હતી તેને લઈ તપાસ શરૂ કરી છે.
શિલજના ઝેફાયર ફાર્મ પર બોપલ પોલીસના દરોડા
અમદાવાદની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ફાર્મ હાઉસ ખરીદતા હોય છે અને તેને વીકએન્ડના સમયમાં ભાડા પર પણ આપતા હોય છે, ત્યારે શિલજમાં આવેલ ઝેફાયર ફાર્મમાં પોલીસે દરોડા પાડયા હતા અને દારૂની મહેફિલ ઝડપી પાડી હતી, પોલીસને બાતમી હતી અને તેના આધારે કાર્યવાહી કરવામાં આવી છે, ઝેફાયર ફાર્મ હાઉસમાં આ મેહિફલ ચાલતી હતી અને અચાનક પોલીસ ત્યાં પહોંચી અને તપાસ શરૂ કરી હતી તો હુક્કા પણ મળી આવ્યા છે. આ ફાર્મનો માલિક મિલન પટેલ હોવાનું સામે આવ્યું છે અને તેની પણ ધરપકડ પોલીસે કરી છે.
ગત મોડી રાત્રે ચાલતી દારૂ પાર્ટી પર બોપલ પોલીસના દરોડા
પોલીસ ત્યાં પહોંચી તો નબીરાઓ શાંતિથી દારૂની મહેફિલ માણી રહ્યાં હતા અને સાથે હુક્કા પણ હોવાની વાત સામે આવી છે, તો પોલીસે 6 મહિલાની પણ અટકાયત કરી છે અને કુલ 11થી વધુ લોકો ઝડપાયા છે, મહત્વનું છે કે, આ પાર્ટીમાં જે લોકોએ દારૂનું સેવન નથી કર્યુ તેની સામે ગુનો નોંધ્યો નથી, તો બીજી તરફ જે લોકો નશાની હાલતમાં ઝડપાયા હતા તે લોકોના મેડિકલ રીપોર્ટ પણ કઢવવામાં આવ્યા છે, ત્યારે આ પાર્ટીમાં મોટા માથા હોઈ શકે તેવી વાત સૂત્રો તરફથી સામે આવી છે. રેવ પાર્ટીની મંજૂરી કોણે આપી તેને લઈ અનેક સવાલો ઉભા થયા છે, આ રેવ પાર્ટીમાં વિદેશી નાગરિકો હોવાની વાત સામે આવી છે અને 2 ભારતીય નાગરિકો હોવાની વાત સામે આવી છે.

રેવ પાર્ટીની આયોજકને મંજૂરી કોણે આપી તેને લઈ સંદેશ ન્યૂઝ ડિજિટલના સવાલ ?
વિદેશી લોકો અહીંયા અભ્યાસ કરવા આવે છે કે દારૂ પાર્ટી કરવા ?
ગુજરાતમાં દારૂબંધી છેમ તેમ છત્તા કયાંથી આટલી માત્રામાં દારૂ આવ્યો ?
શું ફાર્મ હાઉસના માલિક સામે પોલીસે નોંધ્યો છે ગુનો ?
અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં ફાર્મહાઉસમાં દારૂ પાર્ટી ઝડપાઈ
પોલીસ તરફથી મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો આ પાર્ટીમાં મોટા ભાગના લોકો વિદેશી છે અને 2 ભારતીય છે, બોપલ પોલીસે મોડીરાતે દરોડો પાડીને 2 ભારતીયો સહિત 20 NRIને દારૂ પાર્ટી કરતા પકડી પાડ્યાં છે. ઝડપાયેલા લોકોએ પાર્ટી માટે સ્પેશિયલ પાસ પણ છપાવ્યા હતા. પાર્ટીના પાસમાં દારૂ પીવા માટે અનલિમિટેડ પી શકાય તેવો ઉલ્લેખ કરાયો હતો.
દારૂ પાર્ટીમાં પાસને લઈ અલગ-અલગ કિંમત રખાઈ હતી
અર્લી બર્ડ: 700 રૂપિયા
VIP પાસ: 2500 રૂપિયા
ડાયમંડ ટેબલ: 5 લોકોના 15 હજાર રૂપિયા (1 બ્લેક લેબલ દારૂની બોટલ અને 1 મેટલ)
અમદાવાદના શીલજમાં વિદેશી વિદ્યાર્થી દારૂની પાર્ટી કરતા ઝડપાયા
વિદેશી વિદ્યાર્થી દારૂની પાર્ટી કરતા ઝડપાયા છે અને દારૂ, હુક્કા સહિતનો મુદ્દામાલ પોલીસે કર્યો કબ્જે જેમાં કેન્યા, મોંગોલિયાના વિદ્યાર્થીઓ પાર્ટી કરતા પકડાયા છે, જ્હોન નામના વિદ્યાર્થીએ પાર્ટીનું આયોજન કર્યુ હતું અને ઝડપાયેલા વિદેશીઓને મેડિકલ ટેસ્ટ માટે લઇ જવાયા છે, આફ્રો ડાન્સ નાઈટ નામથી પાર્ટી યોજાઈ હતી અને ફાર્મ હાઉસમાં ઠેર ઠેર દારૂની બોટલ, બીયરના ટીન મળ્યા છે પોલીસને, અમદાવાદ સિટી ફાર્મ હાઉસ પાર્ટીમાં ડીજેના કલાકારો વિદેશી હતા અને પાર્ટીના પાસનો ભાવ 700 રૂપિયાથી 2500 રૂપિયા હતો.
દારૂની મહેફિલ માણનાર આરોપીઓ
(૧) કિપટો સેડરેક ઉર્ફે જોન હાલ રહે. એ-૬૦૪, શીલ્પ અનંતા શેલા, તા.સાણંદ જી.અમદાવાદ મુળ રહે Republic Of Kenya हेश
(૨) આદિલ સાબિરહુસેન બાગબાન ઉ.વ.૨૪ રહે. એ-૫૦૪, ડાયમન્ડ ફલેટ, ટોરેન્ટ પાવર હાઉસ પાસે શાહપુર, અમદાવાદ
(૩) કૂટલોગેલ ઓગેંગ (Kootlogele Oageng) ઉ.વ.૨૬ હાલ રહે. ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુડ ઓફ સેસ્ટેનબીલીટી, ગુજરાત યુનીવર્સીટી બોયસ NRI હોસ્ટેલ રૂમ નંબર ૩૧૮ મુળ રહે. Republic Of Botswana દેશ
(૪) બિલ ડેનિસ (BIL DENIS) ઉ.વ.૨૪ હાલ રહે. મકાન નંબર ૬૩, કુલદેવ સોસાયટી, મોઢેરા બાયપાસ, મહેસાણા મુળ રહે. Republic Of Kenya દેશ
(૫) પ્રણયસીંગ વિરેન્દ્રસીંગ શેખાવત ઉ.વ.૨૫ હાલ રહે. આઇ-૩૦૪, મધુવન ગ્લોરી, નવા નરોડા કૃષ્ણનગર, અમદાવાદ મુળ રહે. બલોદા ગામ રાજસ્થાન
(૬) સાંદી અબ્દુલ્લાહ (SAANDI ABDULLAH) ઉ.વ.૨૪ હાલ રહે. એંજીનીયરીંગ કોલેજ હોસ્ટેલ રૂમ નંબર ૨૦૮, ગુજરાત યુનીવર્સીટી, અમદાવાદ મુળ રહે. Comoros દેશ
(૭) ઝુકોલ શેલ્ટન એલિટ (ZUCULE CHELTON ELIOTE) ઉ.વ ૨૦ રહે. હાલ ગુજરાત યુનીવર્સીટી એન.આઈ.આર હોસ્ટેલ રૂમ નં ૩૦૨ અમદાવાદ મુળ રહે. Mozambique દેશ
(૮) રાન્દ્રિયાનિયાના હજાસો મિહારી (RANDRIANIAINA HAJASOA MIHARY) ઉ.વ ૨૩ રહે રૂમ નં ૪૭કુલદેવકુટીર મહેસાણા રેલવે સ્ટેશન પાસે મહેસાણા મુળ રહે Madagascar દેશ
(૯) મુરિયુકી એલ્વિસ માચેરિયા (MURIUKI ELVIS MACHARIA) ઉ.વ ૨૦ રહે હાલ મ.નં ક્રીષ્નાનગર પાલાવાસણા મોઢેરા ચોકડી મહેસાણા મુળ રહે Republic Of Kenya
(૧૦) માલોવા એનાસ્તાસિયા નીનો (MALOVA ANNASTACIA NINO) ઉ.વ.૨૭ રહે હાલ. ગુજરાત યુનીવર્સીટી હોસ્ટેલ રૂમ નંબર ૭૦૩ અમદાવાદ મુળ રહે. Republic Of Kenya દેશ
(૧૧) મોરેરી પેસિફિકા મોરા (MORERI PACIFICAA MORAA) ઉ.વ.૩૦ રહે હાલ. ચાંદખેડા, અમદાવાદ મુળ २हे. Republic Of Kenya દેશ
(૧૨) ન્યાકીરી મેરીયન વામ્બુઇ (NYAKIRI MARYANN WAMBUI) ઉ.વ.૨૩ રહે હાલ. નૈયા ઇલેકટ્રોનીકસ, સેકટર ૨૬, ગાંધીનગર મુળ રહે. Republic Of Kenya દેશ
(૧૩) મિરિયમ ન્યાબોકે ઓબોર (MIRIAM NYABOKE OBORE) ઉ.વ.૨૭ રહે હાલ. બી/૨૦૧, સ્કાયવોક મલાંગ, ઝુડાલ સર્કલ, ચાંદખેડા, અમદાવાદ મુળ રહે. Republic Of Kenya દેશ
(૧૪) મેગડાલીન ન્દુતા કિન્યાનજુઈ (MAGDALINE NDUTA KINYANJUI) ઉ.વ.૩૮ રહે હાલ. બી/૨૦૧, સ્કાયવોક મલાંગ, ઝુડાલ સર્કલ, ચાંદખેડા, અમદાવાદ મુળ રહે. Republic Of Kenya દેશ
(૧૫) મૂર્તિ ફાઇથા કથુરે (MURITHI FAITH KATHURE) ઉ.વ.૨૯ રહે હાલ. ચાંદખેડા, અમદાવાદ મુળ રહે. મેરૂ, કેન Republic Of Kenya દેશ
(૧૬) અનંત રાજેન્દ્રભાઇ કપીલ ઉ.વ.૨૮ રહે. ૦૪, મારૂતી નંદન પાર્ટ-૦૧, મોટેરા ગામની બાજુમા, સાબરમતી, અમદાવાદ શહેર
(૧૭) આષિશ કાંતીલાલ જાડેજા ઉ.વ.૨૭ રહે. સવિતાનગર, વિસામા સોસાયટીની સામે, મોટેરા, સાબરમતી, અમદાવાદ શહેર
(૧૮) સાહિલઅહેમદ અબ્દુલરહેમાન અહેમદી ઉ.વ.૨૧ રહે હાલ. અંબર ટાવર, સરખેજ, અમદાવાદ શહેર મુળ રહે. દવોસ્થાન, હુજાઇ જાલ્લા, આસમ
(૧૯) મિલન આશીષભાઇ પટેલ ઉ.વ.૨૯ રહે. મ.નં. ૧૦૩, સવિતા એન્કલેવ, મધર મીલ્ક પેલેસની સામે, સત્યમાર્ગ, બોડકદેવ, અમદાવાદ શહેર
(૨૦) રેહાન મોહમદસોહેબ મન્સુરી ઉ.વ.૧૯ રહે. એ-૧૮, અલકસા રેસીડન્સી, આર.સી.સી કેનાલ પાસે અંબર ટાવર સરખેજ અમદાવાદ













