દિલ્હીમાં 350 કરોડના કોલ સેન્ટરના તાર અમદાવાદ પહોંચ્યા છે. આ કોલ સેન્ટરના મુખ્ય સુત્રધારના મિત્રોની પુછપરછ શરૂ કરવામાં આવી છે. મિત્રોના ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા હોવાની શંકાએ તપાસ તેજ કરવામાં આવી છે. અમદાવાદમાં ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં સીબીઆઈ દ્વારા ચાર લોકોની પુછપરછ હાથ ધરાઈ છે. ઘાટલોડિયા અને સેટેલાઈટના ચાર લોકોની પુછપરછ કરવામાં આવી છે.

કોલ સેન્ટર રેકેટના મુખ્ય સૂત્રધારના મિત્રોની પૂછપરછ

દિલ્હીમાં 350 કરોડના કોલ સેન્ટરના રેકેટની તપાસના તાર અમદાવાદ સુધી પહોંચ્યા છે. કોલ સેન્ટરના મુખ્ય સુત્રધારના મિત્રોની પુછપરછ માટે સીબીઆઈએ અમદાવાદમાં ધામા નાંખ્યા છે. મુખ્ય સુત્રધારના મિત્રોની સીબીઆઈ દ્વારા પુછપરછ હાથ ધરાઈ છે. ઘાટલોડિયા તેમજ સેટેલાઈટ વિસ્તારમાં રહેતા ચાર વ્યક્તિઓની સીબીઆઈએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં પુછપરછ હાથ ધરી છે.

CBIએ નોટિસ આપી જવાબ માટે દિલ્હી બોલાવ્યા

સીબીઆઈ દ્વારા આ કોલ સેન્ટરના મુખ્ય સુત્રધાર જીગર પરમારના ડ્રાઈવરની પણ પુછપરછ કરાઈ છે. કોલ સેન્ટરથી કમાયેલા કાળા નાણા જીગર પરમારના મિત્રોના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હોવાની સીબીઆઈને બાતમી મળી હતી. સીબીઆઈએ પુછપરછ કરવામાં આવેલા ચાર મિત્રોને નોટીસ આપીને જવાબ માટે દિલ્હી બોલાવ્યા છે. સીબીઆઈએ એફબીઆઈની મદદથી થોડા સમય પહેલા જ પંજાબમાં ચાલતા ગેરકાયદે કોલ સેન્ટર પર રેડ કરી જીગર પરમાર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી.


આ પણ વાંચોઃ Rajkot News: ચકડોળ ઓપરેટર ચાલુ રાઈડ્સ બંધ કરી જતો રહ્યો, 100 ફૂટ ઉંચાઈએ લોકોના જીવ તાળવે ચોંટ્યા