અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા નિકિતા સર્કલ નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા રસ્તા પરથી પસાર થઈ રહેલા એક્ટિવા સવાર બે લોકોને જોરદાર ટક્કર મારી હતી. કારની ટક્કર એટલી સખત હતી કે આસપાસના લોકોમાં પણ ક્ષણભર માટે ભયનો માહોલ સર્જાઈ ગયો હતો.
કાર ગાર્ડનની રેલિંગ પર ચડી ગઈ, એક્ટિવા ઘસડાયું
અકસ્માતની આ ઘટનામાં ટક્કર માર્યા બાદ પણ કાર ચાલકે ગાડી રોકી ન હતી. એક્ટિવા ચાલક કાર સાથે ઘસડાઈને રોડ કિનારે આવેલા ગાર્ડનના બાંકડા સાથે જઈને અથડાયા હતા. આ ગંભીર અકસ્માતમાં કાર ડ્રાઈવરે વાહન પરનો કાબૂ સંપૂર્ણ ગુમાવી દેતા કાર ગાર્ડનની લોખંડની રેલિંગ પર ચડી ગઈ હતી.
